________________ ન હોય તો પણ લગભગ નેવું ટકા પ્રસંગોમાં તમે જોઈ શકશો કે હું સામેવાળી વ્યક્તિ ઉપર જે કારણે ગુસ્સો કરું છું તે કારણ સદંતર ફોફલું છે. તેમાં સામેવાળી વ્યક્તિનો વાંક ઘણો જ ઓછો છે. સામેવાળાએ જે ભૂલ કરી છે તે ભૂલ “જો” ને “તો'ની ભાષામાં તમારાથી થાય તો શું તમને આટલો જ ગુસ્સો આવશે? - આ વાત ખાસ વિચારો. બાબતે કોઈ તમને ખખડાવશે તે તમને પસંદ પડશે કે નહીં ? તમારાથી એવી ભૂલ થાય જ નહીં - આવું માનવું તો ભૂલ ભરેલું છે. ભૂલ તો સથી થવાની છે. ફરક એટલો જ છે કે જેની ઉપર તમે ગુસ્સો કરો છો તે લાચાર છે કે તમારો ગરજાઉ છે. પહેલાના કાળમાં નોકરીએ રહેનાર માણસ અને શેઠ વચ્ચે એવો નાતો બંધાઈ જતો કે નોકર ગમે તેવી પરિસ્થિતિમાં પણ શેઠને છોડવા તૈયાર ન થતો. આજે તમારા વ્યવહારથી માણસો તમારે ત્યાં નોકરી કરીને રાજી હોય કે નારાજ ? તમારી સાથે તેનો સંબંધ કેવો? શું તે તમારાથી પ્રસન્ન જ હોય ને ? જો પરિસ્થિતિ વિપરીત જ હોય તો પછી તેના ઉપર ગુસ્સો કરવાનો અધિકાર તમને કેટલો ? આ રીતે જો તમે ગુસ્સાના દરેક કારણોના મૂળની તપાસ કરશો તો સામેવાળી વ્યક્તિ તમને અપરાધી નહીં લાગે. ફલતઃ તેના ઉપરનો ગુસ્સો પણ ઉતરી જ જશે. એક ભાઈ મારી પાસે વાસક્ષેપ નંખાવવા આવ્યા. આશરે 45 વર્ષની તેમની ઉંમર. વાસક્ષેપ નંખાવતા મને કહે - “મહારાજ સાહેબ ! એવો વાસક્ષેપ નાંખી દો કે હું પરીક્ષામાંથી પાસ થઈ જાઉં.” મને આશ્ચર્ય થયું કે પીસ્તાલીસ વર્ષની ઉંમરે કંઈ પરીક્ષા આપવાની હોય ? એટલે મેં સહજ જ એમને પૂછ્યું કે, “ભાઈ ! શેની પરીક્ષા છે ?" “મહારાજ સાહેબ ! જેની પાસેથી મારે સાત લાખ રૂપિયા 26