________________ નાટકમાં જેમ રામ અને રાવણ ગુસ્સે થાય છે, એમ આ જગતના જીવો પણ અંદરમાં મૈત્રી હોવા છતાં નાટક જેવા આ સંસારમાં મારા ઉપર ગુસ્સે થાય છે. એને મગજમાં ન લેવાનું હોય. નાટકની વાતને થોડી મગજમાં લેવાય ? એને તો ભૂલી જવાનું હોય. નાટકમાં કોઈ ગુસ્સો કરે તો સામે ગુસ્સો થોડો કરવાનો હોય? કારણ કે હકીકતમાં તેના આત્મામાં ગુસ્સો છે જ નહીં. એના આત્મામાં ક્ષમા જ ભરી પડી છે. તો શા માટે તમારે એના ઉપર ગુસ્સો કરવો ? : 1 તથા દીકરા-દીકરી ઉપર અનિવાર્યપણે જ્યારે ગુસ્સો કરવો જ પડે, ત્યારે પણ આ પોલિસી કામમાં આવી શકે. નાટકમાં ગુસ્સો કરતી વખતે જેમ અંદરમાં ગુસ્સો ન હોય, માત્ર બહારમાં ગુસ્સાનો દેખાવ હોય તેમ દીકરા-દીકરી કોઈક આડા રસ્તે ચડી ગયા હોય, ગુસ્સો કરવો જ પડે તેવો હોય ત્યારે માત્ર ગુસ્સાનો દેખાવ ઊભો કરવો, જેથી તે સુધરી જાય. અંદરથી ગુસ્સામાં ભળવું નહીં. “મગજ એટલું ગરમ થઈ ગયું હોય કે પછી તે સમયે જે કોઈ પણ આવે તે તમામ ગુસ્સાનો ભોગ બની જાય' - આ વાત બિલકુલ યોગ્ય ન કહી શકાય. ટૂંકમાં, આ ડ્રામા પોલિસી એટલું જ કહે છે કે - (1) સામેવાળી દરેક વ્યક્તિ સિદ્ધ સ્વરૂપ છે. જો એ અત્યારે તમારું અપમાન કરી રહ્યો હોય તો પણ તેના અંતરમાં, તેના આત્મામાં તો પરમાર્થથી અપમાનનો ભાવ, દ્વેષનો ભાવ નથી જ. માટે તેના ઉપર ગુસ્સો ન શોભે ! શું નાટકમાં કરાતું અપમાન વગેરે ગુસ્સાપાત્ર બને છે ? નહીં જ ને ? કારણ કે નાટકમાં અપમાન કરતી વખતે અંદરમાં દ્વેષનો પરિણામ નથી. બસ, તેવી જ રીતે અંતરમાં, આત્મામાં દ્વેષનો પરિણામ ન હોય તો પછી ગુસ્સો કરી રહી હોય તેવી વ્યક્તિ ઉપર તમે શા માટે ગુસ્સે થાઓ છો ? તેણે કરેલા અપમાનને ભૂલી જ જાઓ. (2) અનિવાર્યપણે ગુસ્સો કરવો પડે ત્યારે અંદરથી તેમાં ભળો નહીં !" ડ્રામા પોલિસીના આ સંદેશાને અપનાવવા દ્વારા સંસાર નાટકનો વહેલી તકે અંત આવે - એવી સાચા હૃદયની ભાવના. 400