________________ ઉપ 'ડ્રામા' પોલિસી - * - - નાટકમાં રામ અને રાવણ આમને સામને ગોઠવાયા હોય, બન્ને એકબીજા ઉપર શસ્ત્ર ફેંકતા હોય છતાં શું એ બન્નેને પરસ્પર વૈર છે? ગુસ્સો છે ? નાટક પતે પછી તો એ જિગરજાન દોસ્ત છે ! સંસાર આખો એક નાટક જેવો છે. ગઈકાલનો દુશ્મન આજે જિગરજાન દોસ્ત હોઈ શકે છે. જાની દુશ્મન પણ જિગરજાન મિત્ર થઈ જાય છે. અને જિગરજાન મિત્ર પણ જાની દુશ્મન થઈ જાય છે. * જો “એક વાત સમજી રાખો કે દરેકે દરેક આત્મા સિદ્ધ જેવા જ છે. તેમાં નથી રાગ, નથી ટ્રેષ, નથી અન્યાય કરવાનો પરિણામ ! જ્યારે કોઈ તમારું અપમાન કરે ત્યારે તેના આ મૂળભૂત દ્રવ્યને નજર સમક્ષ રાખો. વર્તમાનમાં જે અન્યાય તે કરી રહ્યો છે, તે તો નાટક સમાન છે. હકીકતમાં એના આત્મામાં આવો અશુભ પરિણામ છે જ નહીં. જેમ ડ્રામામાં રાવણ ઉપર ગુસ્સો કરનાર રામમાં તેના પ્રત્યે વાસ્તવમાં કશો જ દ્વેષ ભરેલો નથી. રાવણ ઉપર તેને કશું વૈર નથી. પણ મૈત્રી જ છે. તેમ દરેક આત્માને હકીકતમાં કોઈના પણ પ્રત્યે ગુસ્સો, વેર કે તેવું કશું હોઈ જ શકે નહીં. અંદરમાં મૈત્રી હોવા છતાં 399