________________ પણ, લાંબા ગાળે તો લાંબા સમયનું સુખ જ છે. જ્યારે ક્રોધ કરવા દ્વારા કદાચ થોડા સમયનું સુખ મળી જશે. પણ, અંતે તો લાંબા સમયનું દુઃખ જ છે. પસંદગી તમારા હાથમાં છે. પરિણામ તે પસંદગીના અનુસારે જ મળશે. સી.એ.ની પરીક્ષા આપનાર પરીક્ષા નજીક આવતી હોય ત્યારે કોઈ મફતમાં પિક્યરની ટિકિટ આપે છતાં પિશ્ચર જોવા જશે નહીં. હોટેલમાં ખાવાનું, બહાર ફરવાનું.. આ બધી મજા છોડી દેશે. કારણ? સમજે છે કે અત્યારે થોડા સમયના આ સુખો છોડી દઈશ તો પછી આખી જીંદગીનું સુખ છે. જો આ નાના-નાના સુખો પાછળ સમય ગુમાવી સી.એ.ની પરીક્ષા ગુમાવી બેઠો તો દુઃખ લાંબા સમયનું છે. આ રીતે જ જો કંટ્રોલિંગ પાવરનું, રોફ-રુઆબનું સુખ મેળવવા ગયા તો 33 સાગરોપમનું સુખ ઝૂટવાઈ ગયા વિના રહેવાનું નથી. આપોઆપ 33 સાગરોપમના દુઃખનો દાવાનળ પેસી જવાનો છે. જો આ સજા આંખ સામે તરવરે તો કદાપિ બે ઘડીની મજા માણવાની ઈચ્છા થાય નહીં. તંદુલિયો માછલો, ખાલી મનની બે ઘડીની મોજ માણવા જાય અને પરિણામે 33 સાગરોપમની ભયાનક સજા માથે વહોરી લે ! બીજા ઉપર આધિપત્ય જમાવવાની વૃત્તિ, મને પૂછ્યા વિના કોઈ કામ ન કરે તેવી વૃત્તિ... આ બધી વૃત્તિ દ્વારા અભિમાનના સુખને મેળવવા ગુસ્સો કરી બેઠા તો દુઃખનું વિશ્વ તમારી રાહ જોઈ રહ્યું છે. ટૂંકમાં, “બે ઘડીના બદલે થોડા લાંબા સમયનો વિચાર કરી ક્રોધને તિલાંજલિ આપવામાં જ શ્રેય છે' - આ વિચારને દૃઢ કરી જલદી અમલમાં મૂકો ! - ‘શિકારી પોલિસીનો આ સંદેશો જીવનમાં આત્મસાત્ થઈને રહો ! 393