________________ વળી, દુઃખ કેટલા વર્ષો સુધી આવવાનું છે ? જો દુઃખમાં સમતા ટકાવી તો આ જીંદગી પછીની જીંદગીમાં તો સુખ હાજર જ છે ને! જો આ ભવના દુઃખમાં હાયવોય કરી તો બીજું વધારે સમયનું દુઃખ હાજર થઈ જશે. દુઃખને તો સમતાભાવે સહી લેવું - તે જ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. દુઃખમાં આવી જતી અસ્વસ્થતા, ગુસ્સો.... આ બધું ડાયવર્ઝન વિભાગમાં ગાડી છોડીને જંગલની દિશામાં દોટ મૂકવા જેવું છે. નેશનલ હાઈવે ઉપર આગળ કાંઈક અવરોધ હોય તો જ ડાયવર્ઝન આવે ને ? તેમ, તમારા સુખના માર્ગે આગળ વધવામાં કોઈ નુકસાનની શક્યતા હોય ત્યારે તો કુદરત તમારા માર્ગમાં દુઃખના ડાયવર્ઝન ગોઠવે છે. તેને શાંત ચિત્તે પસાર કરી દો. કોઈ અપમાન કરી જાય, તમારી આજ્ઞાનું ઉલ્લંઘન થાય, દુકાનધંધામાં ખોટ જાય... આ બધાં દુઃખના પ્રસંગોએ શાંતિથી, મનને સાચવીને પસાર થઈ જવાનું છે. ક્રોધ તો ડોકાયો જ ન જોઈએ! ટૂંકમાં, આ ડાયવર્ઝન પોલિસી એટલું જ કહે છે કે - “આ ભવમાં આવતા દુઃખો તો ક્ષણ વારના છે. એને શાંતિથી, સ્વસ્થ મગજે સહી લે તો ચિરકાલનું સુખ હાથવગું છે. મનને પ્રસન્ન રાખી લે, સુખ હાથવેંતમાં છે.' - ડાયવર્ઝન પોલિસીના આ સંદેશાને હૃદયથી અભિનંદી દરેક પરિસ્થિતિમાં મનને પ્રસન્ન રાખવામાં સફળતા મેળવો, શીવ્રતયા ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત થાઓ ! 387