________________ છે. કારણ કે પ્રેમથી તમે સમજાવી શકતા નથી. સારી વાત પણ સારી રીતે કહેવાની તમારી તૈયારી નથી - આ તમારી જ ખામી છે. એનો અંતરથી એકરાર કરો. નોકર ઘરમાં કચરો વ્યવસ્થિત રીતે કાઢતો ન દેખાય એટલે તરત જ તમારા મગજમાં ગુસ્સો સવાર થઈ જાય છે. જ્યારે એ કચરો બરાબર ન કાઢી રહ્યો હોય ત્યારે “અલ્યા! આ ઘરને તારું ઘર સમજીને જ કચરો કાઢજે હોં! - આવા પ્રેમાળ શબ્દો બોલીને પણ તમે તમારી વાત સમજાવી શકો છો ને ! પરંતુ ગુસ્સો હજી દોષરૂપ નથી લાગ્યો. તેને તમારી ખામી માની નથી. પરંતુ તમારો પાવર માન્યો છે. માટે આવા સમયે તમે ગુસ્સે થયા વિના રહેતા નથી. ઉપરાંતમાં તમે તે ગુસ્સાને વ્યાજબી ગણો છો. ‘હું મીઠા શબ્દો બોલી નથી શકતો' - આ મારી ખામી છે. આવું લાગે ખરું ? બાલદીમાં પડેલા કાણાને દૂર કરવા જેમ ત્યાં વેલ્ડીંગ કરવું પડે તેમ સારા શબ્દો સંબંધની દીવાલમાં પડેલા કાણાનું વેલ્ડીંગ કરી નાખે છે. લગભગ ગુસ્સો ઘરના માણસો સાથે જ થતો હોય છે. એમાંથી જ ખોટા અને ખરાબ શબ્દો, કડવા શબ્દો આકાર લે છે, સંબંધમાં કડવાશ, તીખાશ, ખારાશ, ખટાશ.... વ્યાપ્ત બની જાય છે. ખભેથી ખભા મિલાવવા છતાં દિલથી દિલ મળતા નથી. પરસ્પરના પોલાદ જેવા સંબંધો ક્રોધના પનારે પડવાના કારણે પ્લાસ્ટીક જેવા ફોફલા થઈ જાય છે. “ોથાત્ પ્રતિવિનાશ..” આ પ્રશમરતિ ગ્રંથના શબ્દો ભૂલશો નહિ. પૂર્વકાળના સંબંધો આજની જેમ સ્વાર્થથી તીવ્રપણે લેપાયા ન હતા. જ્યારે રામચંદ્રજી વનવાસમાં જવાનું નક્કી કરે છે, ત્યારે સીતા કહે છે કે - “નાથ ! જ્યાં પતિ ત્યાં સતી - આ તો ભારતની આર્યસંસ્કૃતિ છે. હું રાજમહેલને નથી પરણી. પણ આપને પરણી છું. માટે જ્યાં આપ હશો ત્યાં મારું અસ્તિત્વ હોવાનું જ.' અને સીતા રામચંદ્રજીની પાછળ પાછળ ચાલી નીકળી. લક્ષ્મણ પણ રામચંદ્રજીની પાછળ-પાછળ જંગલની વાટે સંચર્યા. કેવી ઉત્તમોત્તમ ભાવનાઓથી જોડાયેલ પૂર્વકાળના પરિવાર અને ક્યાં આજનો સ્વાર્થથી ખરડાયેલો (380