________________ (પ) જેવો ગુસ્સો પ્રગટે કે અંતરમાં અહેસાસ થાય - “આ મારી ભૂલ છે. આ મારી નબળી કડી છે.” એટલે તરત જ ગુસ્સો સંકેલાવા લાગે. અડધો કલાક સુધી ચાલી શકતો ગુસ્સો અડધી મિનિટમાં સમેટાવા લાગશે. શબ્દોમાં રહેલી કડવાશની માત્રા પણ ઘટતી જશે. એક વાર ગુસ્સો ખામી તરીકે લાગશે તો “શા માટે મારે ગુસ્સાના પનારે પડવું?' - આવા પ્રકારનું વલણ, આવા પ્રકારનો વિચાર અંતરમાં પ્રગટશે. ખામી તરીકે એક વાર અંતઃકરણથી એકરાર થશે તો જ એ ખામીને દૂર કરવાનો વાસ્તવિક પુરુષાર્થ શક્ય બનશે. એક વાત સમજી રાખવા જેવી છે કે - પોતાની ખામી તો પોતાને જ સુધારવી પડવાની છે. પરમાત્મા સુધારવા ઉપરથી નીચે નથી આવવાના ! જો અંતરમાંથી ખામીને દૂર કરી કરી અંતરને ચોખ્ખું-ચણક કરી દીધું હશે, તો જ પરમાત્મા પધારશે. તમારા ઘરે આવેલા વડાપ્રધાનને ઘરની સફાઈનું કામ સોંપો ? કે પછી વડાપ્રધાન આવે તે પહેલા ઘર ચોખું-ચટ થઈ ગયું હોય ? જો વડાપ્રધાનને ઘરની સફાઈનું કામ ન સોંપાય તો પરમાત્માને અંતરની ખામી સુધારવાનું કામ તો શું અપાય ? એ તો જાતે જ કરવું રહ્યું. એક વાર ખામીઓની મહત્તમ સફાઈ થઈ જશે તો પરમાત્મા અવશ્ય પધારશે જ, અંદરમાં પ્રગટશે જ. પણ, જો પરમાત્માને સફાઈ કરવાનું જ સોંપવાનું હોય, તે માટે જ તેમને આપણે બોલાવતા હોઈએ તો પરમાત્મા આવે શી રીતે ? આ વિચાર કદી કર્યો ખરો ? એક વાત મગજમાં કોતરી રાખો કે - “મારા અધઃપતનમાં મારા સિવાય બીજું કોઈ જવાબદાર નથી, 14) મારા દુઃખમાં પણ મારા સિવાય બીજું કોઈ જવાબદાર નથી.” આટલું પણ જો દરેક વખતે ધ્યાનમાં રાખો તો ગુસ્સો આવી શકે નહીં. પોતાના પગ ઉપર જ કુહાડો કોણ મારે ? - આ બધી બાબતોનો શાંત ચિત્તે વિચાર કરી, ગુસ્સાને પોતાની ખામી તરીકે જોવામાં આવે તો ગુસ્સો આવે નહીં. આવે તો તેનો પાવર ઘટ્યા વિના રહે . નહીં. તેની આવરદા ઘટ્યા વિના રહે નહીં. કોઈકની ભૂલ થાય અને તમે ગુસ્સો કરો તે પણ તમારી ખામી 379