________________ પ૬ બગીચામાં માળી જો કાપકૂપ કરવાનું બંધ કરી દે તો બગીચો બગીચો ન રહેતા જંગલ બની જાય. ઉપવન, ઉપવન ન રહેતા વન બની જાય. માળી બાગની માવજત કરે છે, બાગને ઉજજડ નથી કરતો. માટે, માળી બગીચાની કાપકૂપ કરે તે બગીચાના હિત માટે છે, અહિત માટે નહીં. તેવી રીતે સુખની અંદર કાપકૂપ કરનાર દુઃખ પણ હિત માટે જ છે, અહિત માટે નહીં. જો જીવનમાં દુઃખ જ નહીં હોય તો તો જીવન ફેશન-વ્યસનાદિથી જંગલ જેવું થઈ જાય તો નવાઈ નહિ. દુઃખ એ તમારા વિનાશ માટે નથી આવતું, વિકાસ માટે આવે છે. પુણ્યના નશામાં મસ્ત થવા જેવું નથી. કારણ કે ગમે ત્યારે ગમે ત્યાંથી દુઃખ આવી શકે છે. ભલભલા સમ્રાટો આ કર્મસત્તા સામે રાન-રાન ભટકતા થઈ ગયા છે. નેપોલિયન બોર્નાપાર્ટ - ફ્રાંસનો સમ્રાટ ! વિશ્વવિજેતા થવાના જેના કોડ હતા. પુણનો નશો ચઢી ગયો હતો. આખરે એને પણ સેન્ટ હેલેના ટાપુ ઉપર કૂતરાથી ય બદતર હાલતમાં અંતિમ દિવસો ગુજારવાના આવ્યા ! મતલબ કે સમ્રાટ હો કે શ્રીમંત. કોઈ પણ હો, દુઃખ તો આવવાના જ છે. પણ, “આ દુઃખ દ્વારા મારા સુખમાં થતી કાપકૂપ 370