________________ ટકાવી કેવલજ્ઞાન પ્રગટ કરી દીધું. મતલબ કે કર્મસત્તા માત્ર બહારમાં જ પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. આંતરિક પ્રસન્નતા ટકાવવી કે નહીં ? - તે તો તમારા હાથની જ વાત છે. ટૂંકમાં, આ ચેક પોલિસી એટલું જ કહે છે કે - મોક્ષમાર્ગમાં ઉપયોગી બાહ્ય સામગ્રીને પૂરી પાડનાર એવા પુણ્યની સલામતીને ખાતર પણ ક્રોધને છોડો. જો કર્મસત્તાએ સાઈન કરીને મોકલેલા નાના-નાના પ્રસંગોમાં ક્રોધને છોડવાની તૈયારી નહીં હોય અને તમે પણ સાઈન કરી બેસશો તો પુણ્ય એવું સાફ થઈ જશે કે સંસાર આખોય અકારો થઈ પડશે. આ સંદેશાને સ્વીકારી હવે તો ક્રોધને તિલાંજલિ આપવાનો પ્રારંભ કર્યો જ છૂટકો ! મૂર્ખતાથી ઉદ્ભવેલો ક્રોધ અંતે તો પશ્ચાત્તાપ જ પ્રગટાવે છે. - પાયથાગોરસ વધુ શક્તિશાળી એ છે જે અવસરે ક્રોધ કરવાના બદલે ફક્ત હસી શકે છે. - ડેવિડ સ્કારી 369