________________ કારણ કે તમને ખબર છે કે સોનું તો એનું એ જ છે. તેમાં કશો જ વધારો-ઘટાડો થયો નથી. આ રીતે દરેક જગ્યાએ વસ્તુની મૂળભૂત દશાને જ લક્ષ્યમાં લેશો તો ક્રોધ થાય તેવી કોઈ શક્યતા નહીં રહે. રાગ અને દ્વેષ ઉત્પાદવ્યયને કારણે છે. વસ્તુની અમુક રૂપે ઉત્પત્તિ કે વ્યય રાગ કે દ્વેષ પ્રગટાવે છે. જો તેની ધ્રૌવ્ય અવસ્થાને લક્ષ્યમાં લેવામાં આવે તો માધ્યચ્ય દશા પ્રગટે છે. બસ ! દરેક જગ્યાએ ઉત્પાદ-વ્યય જોવાના બદલે ધ્રૌવ્યને જ નિહાળો. એટલે રાગ-દ્વેષ પ્રગટશે નહીં. પરિણામે તેના પૂંછડિયા જેવો ક્રોધ પણ રવાના થશે ! ઉપદેશપદમાં સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિ મહારાજે રાજા-મંત્રીનું પૂર્વોક્ત દૃષ્ટાંત દર્શાવી જણાવ્યું છે કે પહેલા પાણી ગટરનું હતું - તેમ જોશો તો ષ થશે. તથા આ પાણી ગુલાબની સુવાસવાળું છે - આ રીતે જોશો તો રાગ થશે. આના કરતાં પહેલા પણ એ પાણી હતું અને અત્યારે પણ આ પાણી છે - આ રીતે જ નિહાળો. પછી, રાગદ્વેષને સ્થાન જ ક્યાં? આજનો દોસ્ત આવતીકાલે દુશ્મન બની શકે છે. અને આજનો દુશ્મન આવતીકાલે દોસ્ત બની શકે છે. તો પછી કોઈ પણ વ્યક્તિની દોસ્તીની કે દુશ્મનાવટની અવસ્થાને યાદ રાખી, શા માટે ગમો-અણગમો પ્રગટાવવો ? માનવમાત્ર સરખા છે. એમ દરેકની માનવતાને જ પકડી શા માટે માધ્યય્યપૂર્ણ વ્યવહાર ન કરવો ? - આ તત્ત્વજ્ઞાનપૂર્ણ વિચારધારા અપનાવી નક્કી કરો કે મારે રાગ-દ્વેષ નથી કરવા. મારે માધ્યસ્થ કેળવવું છે અને ટકાવવું છે. સ્વસ્થ થતા શીખવું છે. તે પરમાત્મા મહાવીરનું આ તત્ત્વજ્ઞાન રોજીંદા જીવનમાં જેટલું ઉપયોગમાં લઈશું તેટલો ક્રોધ ઘટતો જશે. રાગ-દ્વેષ ઘટતા જશે. 5000 રૂપિયાનું કાચનું ઈમ્પોર્ટેડ ઝુમ્મર તમારે ત્યાં 25 વર્ષથી નોકરી કરનાર રામુના હાથે તૂટી જાય, ત્યારે પિત્તો ફાટે કે નહીં ? શા માટે ? શું જાણતા નથી કે - આ ઝુમ્મર કોઈને કોઈક દિવસે તૂટવાનું જ હતું? કદાચ તમારા હાથે એ જ ઝુમ્મર તૂટ્યું હોત તો રામુને જે 356