SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ફટકડી, ઔષધિઓ, ચૂર્ણો નાંખી તેને એકદમ સ્વચ્છ કર્યું, ઉકાળ્યું, ઠાર્યું... એમ કરતા કરતા 6 મહિનાની પ્રક્રિયાના અંતે આ મીઠું-મધુરું પાણી થયું. આ એ જ પાણી છે. એટલે જ તે દિવસે મને આમાં ગુલાબની સુવાસ આવતી હતી અને આજે ગટરની દુર્ગધ !' મંત્રીશ્વરનો ખુલાસો સાંભળી સહુ આશ્ચર્ય ચકિત થઈ ગયા. મંત્રીશ્વરે વાત આગળ ચલાવી - “રાજન્ ! દુર્ગધ કે સુગંધ તો પરાવર્તનશીલ અવસ્થા છે. ક્યારેક જે વસ્તુ અતિ દુર્ગધી હોય તે જ અતિસુગંધી પણ થઈ શકે છે. તો પછી આવી કોઈ પણ પરિસ્થિતિમાં ગમો-અણગમો શા માટે કરવો ? એનું મૂળ સ્વરૂપ જે પાણીનું છે, તે તો સુગંધી કે દૂધી - બન્ને અવસ્થામાં એક સરખું જ છે. એને જ શા માટે નથી જોવામાં આવતું ? ગટરને જોઈને અને આજે આ પાણી પીને - બન્ને વખતે એની મૂળભૂત અવસ્થા તરફ લક્ષ્ય કેળવવાને લીધે જ હું શાંત અને સ્વસ્થ છું.' મંત્રીશ્વરે દર્શાવેલા આ તત્ત્વજ્ઞાનથી રાજાની દૃષ્ટિ ઉઘડી ગઈ. ગમા-અણગમાના, રાગ-દ્વેષના ચક્કરમાં જીવને ફસાવનાર પર્યાય તરફની દષ્ટિ શિથિલ થઈ ગઈ. ક્રોધને કાબૂમાં લેવા માટે આ પોલિસી અદ્ભુત છે. રાગ-દ્વેષ અને ગમો-અણગમો જો રવાના થઈ જાય તો ક્રોધ ગયો જ સમજો ! ગમો-અણગમો કાઢવા માટે દરેક વસ્તુનું મૂળતત્ત્વ જુવો. વસ્તુની માત્ર વર્તમાનકાલીન અવસ્થા જ જોશો તો તે સારી -નરસી કોઈ પણ પ્રકારની સંભવિત હોવાથી તેના નિમિત્તે ગમો -અણગમો થયે જ રાખવાના ! વસ્તુની અવસ્થા તો સતત પરાવર્તનશીલ છે. તો તેના તરફ જ શા માટે દૃષ્ટિ રાખવી ? વસ્તુની મૂળભૂત અવસ્થાને જ લક્ષ્યગત કરીએ ને ? મૂળભૂત અવસ્થા તો નથી સારી કે નથી ખરાબ ! માટે, તેના તરફ જ દૃષ્ટિ કરનાર સદા મધ્યસ્થ રહી શકે છે. તમારા દીકરાને સોનાની લકી જોઈએ છે અને તમારી દિકરીને નેકલેસ જોઈએ છે ! નેકલેસને ગળાવી તમે લકી બનાવો તો દિકરી નારાજ થાય અને દીકરો રાજી થાય. પણ, તમે ? તમે મધ્યસ્થ ! 355
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy