________________ કોઈ પણ વસ્તુને તલસ્પર્શી દૃષ્ટિથી નિહાળશો, કોઈ પણ વ્યક્તિને દૂરદેશીભરી દૃષ્ટિથી નિહાળશો તો ખરેખર, કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ તમને ક્રોધપાત્ર લાગી શકે નહીં. સૌથી પહેલા તત્ત્વ શું છે ? વસ્તુસ્થિતિ શું છે ? - તે સમજી લેવાની જરૂરત છે. રાજા પોતાના મંત્રી તથા હજૂરિયાઓની સાથે સાંજે નગર બહાર ફરવા નીકળ્યો હતો. નગરની પાસે એક દિશામાં આખા નગરની ગંદકી ભેગી થઈ ગટરનું રૂપ ધારણ કરતી હતી. આખા નગરની ગંદકી એ ગટર વાટે જ નગરની બહાર જતી હતી. રાજા વગેરે પણ યોગાનુયોગ એ દિશામાં જ જઈ ચઢ્યા. ગટરની નજીક આવતા આવતા તો રાજા અને હજૂરિયાઓ - બધાએ પોતાના હાથથી કે કપડાથી નાક ઢાંકી દીધું. દરેક જણ તે ગટરની અતિશય દુર્ગધથી ઉદ્વિગ્ન થઈ ગયા. જ્યારે સુબુદ્ધિ મંત્રીશ્વર એ જ સ્વસ્થતાથી ગટરની બાજુમાંથી પસાર થઈ રહેલ હતો. ગટર પસાર થઈ ગયા બાદ બધાએ મંત્રીશ્વરને પૂછ્યું - “મંત્રીશ્વર ! શું તમને આ ગટરમાં ગુલાબની સુગંધ આવતી હતી કે પછી ગટરની સુવાસ (?) લેતા લેતા શાંતિથી ચાલ્યા આવ્યા?” મંત્રીશ્વરે ‘હા’ કહી. રાજા તો ચમકી ગયો. એણે મંત્રીને વાત 353