________________ મનોવધ્યાસમાં અટવાયા કરશો તો ચોક્કસ ક્રોધ હેરાન કરશે. પણ, એક વાર આતમઘરમાં તમે પ્રવેશી ગયા પછી ક્રોધની તાકાત નથી કે તમને એ હેરાન કરી શકે. એક વાર શરીર ઉપરની મમતા, ઈન્દ્રિયો તરફની રુચિ અને મનના વિકલ્પોને સમાપ્ત કરી દો, પછી જુઓ કે ક્રોધ તમને કેવી રીતે ખલેલ પહોંચાડી શકે છે ? તમારી દિનચર્યા તપાસી જુઓ. જ્યારે જ્યારે પણ તમે ક્રોધ કરી બેઠા છો ત્યારે ત્યારે તમારો ઉપયોગ આ ત્રણમાં જ અટવાયો હશે. (1) શરીરની આસક્તિ (2) ઈન્દ્રિયો અને તેના વિષયો શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ - આ બધાં તરફની રુચિ અને (3) મનના સંકલ્પ-વિકલ્પો - આ ત્રણ પરિબળોમાંથી કોઈ એકાદ પરિબળના જોર ઉપર જ ગુસ્સો થવો શક્ય છે, કોઈ તમારું અપમાન કરી જાય, વિશ્વાસઘાત કરી જાય. આ બધાં વખતે તમને ગુસ્સે કરાવવામાં મનના સંકલ્પ-વિકલ્પો મહત્ત્વનો ભાગ ભજવે છે. “અમુક વસ્તુ મને કેમ ન મળે ? આને કેમ અમુક વસ્તુ મળી ?" - ઈત્યાદિ વિચારધારાના પ્રતાપે જે પણ ગુસ્સો પ્રગટે છે, તેમાં ઈન્દ્રિયોની રુચિ મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. તમને કોઈકનો ઠોસો લાગી જાય, કોઈકની ભૂલના કારણે તમે પડી જાઓ - આ બધાં સમયે આવતા ગુસ્સાની પાછળ દેહાધ્યાસ મહત્ત્વપૂર્ણ પરિબળ છે. આ ત્રણ પરિબળથી વેગળા થઈ જાઓ. પોતાના નિર્વિકાર સ્વરૂપમાં સ્થિર થતા જાઓ તો ગુસ્સો આવી જ શી રીતે શકશે ? પરમાત્મા મહાવીર મહારાજા દેહ છતાં દેહાતીત જેવી અવસ્થામાં ગોઠવાયા. માટે કાનમાં ખીલા ઠોકાયા છતાં ક્રોધની એક લહેરખી પણ પ્રભુના મનને અસ્થિર ન કરી શકી. આ અવસ્થામાં સદા કાળ રમતા રહીને પરમાત્માએ કેવલજ્ઞાન મેળવી લીધું. શરીર, ઈન્દ્રિય અને મન - આ ત્રણના આકર્ષણથી છૂટકારો મેળવીને જ, આ ત્રણેયમાંથી ઉપયોગને વાળી તેને આતમઘરમાં રાખીને જ તાત્વિક રીતે ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત થાય. માટે, દેહ, ઈન્દ્રિય અને મન - આ ત્રણેય ઉપરની આસક્તિ, રુચિ વગેરેને ક્રમશઃ ઘટાડતા જાઓ. તો જ ક્રોધ ઉપર વિજય 351