________________ કરીશ. પણ, હવે મારું જીવન આપના જ ચરણે છે !' રાજાએ ત્યાં ને ત્યાં એનો પશ્ચાત્તાપ જોઈ પોતાના અંગત અંગરક્ષક તરીકે તેને સ્થાન આપી દીધું. આખી સભા આ નિર્ણય અવાચક જેવી થઈ ગઈ. અંગત અંગરક્ષક જેવા જવાબદારીભર્યા પદે પોતાની હત્યાનું કાવતરું ઘડનાર માણસને રાખવાની વાત આખી સભા હચમચી ઉઠી. પણ રાજાનો નિર્ણય આખરી હતો. સીના તો પોતાને મળેલી આ જવાબદારીને વફાદારી પૂર્વક નિભાવવાનો સંકલ્પ કરી ચૂક્યો હતો. અને ઈતિહાસ સાક્ષી પૂરે છે કે - એક ખૂંખાર યુદ્ધમાં જ્યારે સીઝર પર હુમલો થયો, ત્યારે સીનાએ પોતે વચ્ચે પડી એ હુમલાને ખાળ્યો. અને એમાં પોતાની જાતનું બલિદાન આપી દીધું ! જો એ વખતે રાજાએ ફાંસીની સજા ફરમાવી દીધી હોત તો પોતાને પણ અકાળે જાન ગુમાવવાનો વખત આવ્યો હોત ! પોતે જેવું કર્યું તેવું પોતાને મળ્યું. આ ફાઉન્ટન પોલિસી પણ એ જ કહી રહી છે. ફુવારામાં જેવું પાણી ભરીએ તેવું જ પાણી બહાર આવે અને ચોતરફ ફેલાય. જો ફુવારામાં ગટરનું પાણી ભર્યું તો ગટરનું જ પાણી ચોતરફ ફેલાવાનું છે. જો ગંગાનું સુગંધી પાણી ભર્યું તો તે જ બધે ફેલાવાનું છે. આટલી સમજણ તમારી પાસે છે. માટે ફુવારામાં કદાપિ ગટરનું પાણી ભરવાની મૂર્ખામી કરતા નથી. હા ! પિચકારીમાં ગટરનું પાણી ભરો તો તે તમારા ઉપર નથી આવવાનું. પણ, બીજા ઉપર જ જવાનું છે. કિંતુ ફુવારામાં ભરેલું પાણી તો તમારા પોતાના ઉપર જ વરસવાનું છે. તેવી રીતે તમે કરેલા કામો તમારા પોતાના ઉપર જ અસર દાખવવાના છે. તમે જે પણ કાર્ય કરો છો તે બધું ફવારામાં પાણી ભરવા બરાબર છે, પિચકારીમાં નહીં - આ વાત બરાબર વિચારી લેજો. તમે જે કામ કરો છો તેની અસર માત્ર સામેવાળા ઉપર જ થશે - તેવું નથી. પણ, સૌથી વધુ અસર ખુદ તમારા ઉપર થશે - આ વાત ખ્યાલમાં રાખજો. તમે જે અને જેવો વ્યવહાર કરશો, તે અને તેવો વ્યવહાર કર્મસત્તા દ્વારા સામેવાળી વ્યક્તિ તરફથી તમારી સાથે થશે. કદાચ 342