________________ કર્મની જ નિંદા. તેના ઉપર જ ધિક્કાર-તિરસ્કાર વરસાવવાની જરૂરત છે. બીજા ઉપર ક્રોધ કરીને તો વધારે કર્મ જ બાંધવાના થાય છે. એ રોમન સમ્રાટનું પુણ્ય જાગતું હતું. માટે સીના પોતાનું કાવતરું સફળ કરવા જતા પકડાઈ ગયો. ઓગસ્ટસ સીઝરને ઊની આંચ પણ ન આવી. આખા નગરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. ઓગસ્ટસ સીઝર અત્યંત લોકપ્રિય હોવાથી લોકમત પણ સોનાના વિરુદ્ધમાં હતો. લોકો પણ એને ધિક્કારવા લાગ્યા. આવા ભયંકર ગુનાની સજા રાજા શું કરશે ? - એ જ ચર્ચાનો વિષય બની ગયો. રાજા પણ વિચારતો હતો. એણે રાણીને પૂછ્યું - “આ સીનાને શું સજા કરવી ?" રાણીએ કીધું - “જો તમારે તેને આકરામાં આકરી સજા કરવી હોય તો તેને ક્ષમા આપી દો ! એને ક્ષમા આપવા કરતાં મોટી કોઈ સજા નથી !' રાજા પળભર વિચારમાં પડી ગયો. પણ, રાજાનું ભવિષ્ય ઉજળું હશે કે એને આ સલાહ ગમી ગઈ. એથી રાજાએ સીનાને ક્ષમા આપવાનું મનોમન નક્કી કર્યું. બીજે દિવસે હકડેઠઠ મેદની વચ્ચે જ્યારે રાજાએ સીનાને ક્ષમા આપી, ત્યારે આખી સભા હાલકડોલક થઈ ગઈ. ખુદ સીના પણ હલબલી ગયો. એણે પોતે પણ મોતથી ઓછી સજાની કલ્પના કરી ન હતી. એ પોતે તો ગમે તેવું દૂર મોત મળે છતાં તેને સહન કરવા માટે મનને સમજાવતો હતો. જ્યારે રાજાએ એને સંપૂર્ણતયા માફી આપી દીધી, ત્યારે તે દ્રવી ઊઠ્યો. એના માટે આ કલ્પનાતીત વસ્તુ હતી ! રાજાની આ ઉદારતાએ એને પશ્ચાત્તાપ માટે મજબૂર કર્યો. પોતાના ઉપર જાનલેવા હુમલો કરનારને પણ માફી આપનાર માનવ નથી, મહામાનવ છે. એ સંતપુરુષ જ કરી શકે ! રાજા માટેની સોનાની ધારણા આ પ્રસંગે પીગળી ગઈ. એનો અભિપ્રાય તદ્દન જ બદલાઈ ગયો. એ સીધો રાજાના ચરણોમાં પડી ગયો. “રાજન્ ! હું પાપી છું, અધમ છું. આપના જેવા મહાપુરુષને સંતપુરુષને મેં મારવાનો વિચાર કર્યો, તે માટે પ્રવૃત્તિ કરી. ખરેખર મારા જેવો પાપી જીવવાનો અધિકારી નથી. છતાં જો આપ મને જીવનદાન આપતા જ હો તો આપની સેવામાં રાખી લો. આપ જે કહેશો તે હું 341