________________ ભગવાન તો છે નહીં, કોઈ કેવલી તો છે નહીં... ઈત્યાદિ વાતો કરી ધર્મારાધનાને ઠેબે ચઢાવનાર માટે આ વચન લાલબત્તી સમાન છે. ટૂંકમાં, હવે કોઈ પણ વસ્તુ ન મળ્યાનો અફસોસ કરવાના બદલે જે મળ્યું છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવો છે - આવું લક્ષ્ય કેળવવું રહ્યું ! કોઈ પણ પ્રસંગમાં નબળો વિચાર તમને ક્યારેય સુખી થવા નહીં દે ! કોઈ પણ પરિસ્થિતિ સાથે સમાધાન ન કરી શકનારી વ્યક્તિ પોતાનું ધાર્યું થાય છતાં સુખી થઈ શકતી નથી. બેસતા મહિને એક બેન દુઃખી હતા. ત્યારે બાજુની પાડોશણે પૂછ્યું - કેમ આજે સવાર-સવારમાં ઉદાસ છે ?", “અરે ! શું કરું ? ગઈકાલે મિસ્ટર ઘરે આવ્યા. મહિનો પૂરો થતો હતો. એટલે દર વખતની જેમ મેં મારી માંગણી તૈયાર કરી રાખી હતી. આ વખતે સાડી માંગવાનું નક્કી કર્યું હતું. એ આવ્યા કે તરત મેં મારી માંગણી રજૂ કરી. અને કશી આનાકાની કર્યા વગર મને સાડીના રૂપિયા આપી દીધા !' પડોશણ બોલી - “અલી ! આ તો રાજી થવાની વાત છે.” પૂરું સાંભળ તો ખરી ! દરેક વખતે ઘણી માથાકૂટ પછી માંડમાંડ રૂપિયા આપતા અને આ વખતે એક જ ધડાકે આપી દીધા. એટલે મને બહુ આશ્ચર્ય થયું. મેં પૂછ્યું - “કેમ આજે આ રીતે એક જ ધડાકે રૂપિયા આપી દીધા?” ત્યારે એમણે મને કીધું કે - “દર વખતે રોજ અડધો-પોણો કલાક માથાકૂટ થયા પછી ય આખરે ધાર્યું તો તારું જ થાય છે. એટલે આ વખતે મેં નક્કી કરી રાખ્યું હતું કે તું જે માંગે તે એક જ ઘડાકે મારે આપી દેવું.” એમની આ વાત સાંભળી ગઈકાલથી મને એવો અફસોસ થાય છે કે મેં મૂરખીએ સાડી માંગવાના બદલે નેકલેસની માંગણી જ કેમ ન કરી ?" બોલો ! પોતાનું ધાર્યું થવા છતાં પણ સદા નબળા જ વિચાર કરનારી આવી વ્યક્તિને કોઈ સુખી કરી શકે ખરું ? જ્યારે સોલ્યુશન પોલિસી અપનાવનારને કદાપિ કોઈ દુઃખી કરી શકે નહીં. દરેક વખતે પોઝિટીવ વિચાર કરતા શીખો તો જીવનનો અનેરો આનંદ અનુભવાશે. પરિસ્થિતિ બદલવી દરેક વખતે શક્ય હોતી નથી. કમ સે કમ એટલું 328