________________ જેને શરદીની પ્રકૃતિ હોય, શરદી જેને વારંવાર હેરાન કરતી હોય, શરદીથી જે ત્રસ્ત થઈ ગયો હોય તે શિયાળામાં ખુલ્લી છાતીએ અગાસીમાં સુવે ? એ શિયાળામાં શીખંડ ખાય ? નહીં જ ને ! કારણ કે તે સમજે છે કે જેટલો આ બધાંથી હું દૂર રહીશ, તેટલી મારી સેફ્ટી છે. જેવી રીતે આ વાત લૌકિક જગતમાં તમે સારી રીતે સમજો છો, તેવી જ રીતે આ પોલિસી ક્રોધ માટે તમને તે જ વાત જણાવે છે. તમને ખબર હોય કે તમારી પ્રકૃતિ ક્રોધની છે તો પછી ક્રોધથી દૂર રહેવા માટે, ક્રોધથી બચવા માટે ક્રોધના નિમિત્તોથી તમારે દૂર રહેવું જ જોઈએ. તો જ તમારી “સેફ્ટી’ છે. જેની સાથે વારે વારે સંઘર્ષમાં આવવું પડે છે તે ભાઈથી, તે વ્યક્તિથી દૂર રહેવામાં જ તમારી સેફટી છે. જેમ પેટ્રોલમાં બોળેલા કપડા પહેરી બહાર ફરવા નીકળનાર આગથી દૂર જ રહે છે, તેને આગથી દૂર જ રહેવું પડે છે. હા ! ઉત્તમ વિકલ્પ તો એ જ છે કે પેટ્રોલમાં બોળેલા કપડા પહેરવા જ નહીં. પરંતુ જ્યારે પેટ્રોલમાં બોળેલા કપડા પહેરી જ લીધા છે, તેને કાઢવા શક્ય નથી ત્યારે કમ સે કમ આગથી તો દૂર જ રહેવું જોઈએ. 319