________________ આપણે તો આ દૃષ્ટાંતને ફક્ત આટલા અંશમાં જ લેવું છે કે લોકો શંકરની પૂજા કરશે, શંકરની જટામાં રહેલા સાપની નહીં. કારણ કે શંકર ઝેરને પચાવી જનારા છે. સાપ તો ઝેર ઓકનાર છે. તેમ જો બીજાના અત્યંત કડવા ઝેર જેવા પણ શબ્દો સ્વીકારી શકશો, સાંભળી શકશો, પચાવી શક્શો તો તમે પણ પૂજાશો, તમારું પણ સન્માન થશે. લૌકિક સન્માન થાય કે ન થાય. પણ પરમાત્માની નજરમાં તો અવશ્ય સન્માનભર્યું સ્થાન પ્રાપ્ત કરી શકશો. અત્યારે ઘરઘરમાં જે રામાયણ અને મહાભારત સળગેલા દેખાય છે તેની પાછળ કારણ તરીકે એ જ દેખાશે કે કોઈની પણ એકબીજાને સાંભળવાની તૈયારી નથી. તેમાં ય કડવા શબ્દોને સાંભળવાની તૈયારી તો બિલકુલ નથી. જો સાસુ વહુનું કે વહુ સાસુનું કડવું વેણ સાંભળતી થઈ જાય તો ઘરના ઝઘડામાં આપોઆપ શાંતિ આવવા લાગે. એક વાર મજબૂત સંકલ્પ કરજો કે “આજે કોઈ મને ગમે તેવા કડવા શબ્દો કહે. પણ મારે તે શાંતિથી સાંભળી લેવા છે. સામે કડવા શબ્દો નથી કહેવાં.' પછી જો જો કે માનસિક સ્વસ્થતા તમારી કેવી સારી રહે છે ? જુઓ, જે નાનો હોય એણે તો ખાસ સાંભળવાની તૈયારી રાખવી જોઈએ. વડીલના કડવા શબ્દો પણ સાંભળી લેવા - એ આપણી આર્ય સંસ્કૃતિ છે. વડીલના શબ્દોને બુદ્ધિના ત્રાજવે જોખવાના બદલે એને શાંતિથી સાંભળી લો. કદાચ તે અણગમતા હશે, ખોટા હશે. પણ જો તમે તેનો સામનો કરશો તો તો પરિસ્થિતિ વધુ સ્ફોટક થશે, મર્યાદા ભંગ થશે. આ શ્રાવકના દીકરાને શોભે નહીં જ. સામેવાળી વ્યક્તિ કદાચ માની લો અજ્ઞાની છે. માટે, જેમ આવે તેમ બોલે છે. પણ, તમારી પાસે તો સમજણ છે ને ? તમારે તો સમતા રાખવી જોઈએ ને ? અજ્ઞાનીની એક્શન કરતાં, જ્ઞાનીની રિએશન વધુ નોંધપાત્ર બની રહે છે. તેની કિંમત ઘણી વધારે છે. અજ્ઞાની તો અજ્ઞાની છે, માટે ગમે તે કરવાનો જ છે, ગમે તે બોલવાનો જ છે. પણ, જ્ઞાની તો જાણકાર છે. એણે તો એ સાંભળી જ લેવું 317