________________ પૂરતો જ ઉપયોગ કરે છે. એને રસ રન-વે ઉપર દોડવામાં નથી. પણ, આકાશમાં ઉડવામાં છે. માટે જ તે ઓછામાં ઓછો સમય ધરતી ઉપર રહી છેલ્લે ધરતીના બંધનને તોડી આકાશમાં ઊંચી છલાંગ લગાવી લે છે. અનિવાર્યપણે લેવો પડતો ક્રોધનો આશરો રન-વે જેવો છે. ક્ષમા એ આકાશ જેવી છે. તમને વધુ રસ શેમાં ? જરૂરિયાત પૂરતો, ઓછામાં ઓછો ક્રોધનો ઉપયોગ કરી ક્ષમાના ગગનમાં ઉડવામાં કે ક્રોધના રન-વે ઉપર જ દોડધામ કરવામાં ? શાંતિથી આત્મનિરીક્ષણ કરી લેવા જેવું છે કે હજુ રસ શેમાં છે - ક્રોધમાં કે ક્ષમામાં ? જો ક્રોધમાં જ રસ હશે તો વિનિપાત દૂર નહીં હોય. જો ઓછામાં ઓછો સમય ક્રોધના ‘રન-વેના આલંબને રહી વધુમાં વધુ સમય ક્ષમાના ગગનમાં વીતાવવામાં આવે તો જ કલ્યાણ છે. દીકરા-દીકરીને પણ કંઈક કહેવું પડે તો અતિ તીવ્ર કડવા શબ્દો બોલવાના બદલે વાત્સલ્યથી તેને સમજાવીએ. આપણો ગુસ્સો સાંભળીને એને પણ અંદરથી સંવેદન થાય કે “પપ્પા ભલે મારી ઉપર ગુસ્સો કરે, પણ અંદરથી એમને મારા ઉપર સાચું વાત્સલ્ય છે.” (1) જો દીકરાને આવું સંવેદન થતું હોય, (2) ખરેખર તમારો ગુસ્સો વાત્સલ્યપ્રેરિત હોય, (3) તેના આત્માના હિતની કાંક્ષાથી થયેલ હોય, (4) તમને રસ ગુસ્સો કરવામાં નહીં. પણ દીકરાને પાપથી બચાવવામાં જ હોય (5) અને એટલે જ તમે જરૂરિયાત કરતાં વધુ એક પણ કડવો શબ્દ ઉચ્ચાર્યો ન હોય તો શાસ્ત્રકારો તે કષાયને પ્રશસ્ત કષાય કહે છે. દીકરાદીકરીને સુધારવા માટે આ પ્રશસ્ત કષાય છે. પ્રશસ્ત કષાયને અજમાવનાર સામેવાળાના દિલનો પલટો કરાવીને જ રહે છે. જો આવો વાત્સલ્યમિશ્રિત ઠપકો આપ્યો હશે તો દીકરાને તમારા પ્રત્યે સદ્ભાવ ટકેલો રહેશે. અને તો જ ક્યારેક મિત્રો તરફથી કોઈક લાલચ આવશે, લપસવાની તૈયારી થશે ત્યારે તેના અંતરાત્મામાંથી અવાજ ઉઠશે - “ના, આવું મારાથી ન કરાય. મારા પપ્પાને આ નહીં ગમે.” આમાં જ તમારા પિતૃજીવનની સાચી સફળતા ર૪૬