________________ ઉપર શીદને ગુસ્સો કરવો ? બે-ચાર ક્ષણના મહેમાન છીએ. અનંત કાળની અપેક્ષાઓ આટલો કાળ તો પલકારો જ કહેવાય ને ! પછી પાછું બીજી સફરે ઉપડી જવાનું છે. શા માટે આટલા ઉધામા નાંખવા? બાળપણમાંથી જોતજોતામાં યુવાની કે પ્રૌઢાવસ્થામાં તો આવી પહોંચ્યા છો ! બાળપણનો સમય જતા પલકારો ય નથી થયો. યુવાની પણ એવી જ રીતે હાલી જવાની છે. ત્યાર બાદ મૃત્યુ ટકોરા મારી જ રહ્યું છે. ' અરે ! એટલું પણ જીવાય તેવી ક્યાં બાંહેધારી છે ? એની પહેલા પણ ઉપડી જવું પડે તેમ છે. આટલી અનિશ્ચિત બાજી જ્યારે હોય ત્યારે આ ચાર દિવસ જેવી જીંદગીને સાચવવા કરતાં અનંત કાળને જ સાચવી લેવો જોઈએ ને ! કદાચ કોઈકનું અપમાન તમે ન સહ્યું, બે ચાર સંભળાવી દીધી તો આ ભવમાં કદાચ તમને કોઈ નહીં વતાવે. પણ પછી? અનંત કાળ બાકી છે. એ બાજી પછી કર્મસત્તાના હાથમાં હાલી જશે. મહાસમર્થ પુરુષો પણ મૃત્યુ સામે લાચાર થઈ જાય છે. આંખ ખુલી છે ત્યાં સુધી જે કરવું હોય તે કરી લેવા જેવું છે. પછી, તેમાં કશો ફેરફાર થઈ શકવાનો નથી. તો પછી શા માટે ઢીલ કરવી ? યાદ રહે - માલ તો અહીં જ રહેવાનો છે, માલિકીનો દાવો રાખનારા આપણે સહુ આ જગતમાંથી રવાના થઈ જવાના છીએ. હા ! માલને માટે કરેલા રાગ-દ્વેષ ભવાંતરમાં પણ આપણને નહીં છોડે. પસંદગી આપણા હાથમાં છે. અત્યારે જે કરવું હશે તે કરી શકાશે. એક વાર ઘડી વીતી ગઈ પછી કશું જ થઈ નહીં શકે. મનમાંથી ભૂસી જ નાખો કે “હું માલિક છું.' હર્ષ-શોક માલિકને હોય. મહેમાન તો સદા મસ્ત હોય. જાનથી મારી નાંખનાર પ્રત્યે પણ ઉપશમભાવ કેળવવાનો જ છે. કારણ કે જાનથી મારી નાખનાર પણ શું કરે છે? કશું જ નહીં. ફક્ત તમે કરેલા કર્મો જ તમને હેરાન કરે છે. તેમાં તમને મારનાર તો નિમિત્તમાત્ર જ છે. એનાથી વિશેષ કશું જ નહીં ! સ્વામી દયાનંદ સરસ્વતીને ભોજનમાં ઝેર નાંખી મારી નાંખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. કાવતરું સફળ થયું. સ્વામી દયાનંદ 241