________________ છે તેમાં ક્યાં પંચાત કરવી ? હમણાં કામ પતે કે હાલતા ! આ જ રીતે ઘરમાં જે મહેમાન બનીને આવે તેને કદાપિ દુઃખ થાય નહીં. તેવી જ રીતે બજારમાં મંદી ગમે તેટલી આવે પણ મુનીમને ચિંતા ન હોય, તેમ તમે પણ મંદીમાં ય મસ્ત રહી શકો. મહેમાનને કોઈ તકલીફ હોતી નથી. તકલીફ માલિકને હોય છે. તમારે સુખી થવું છે કે દુઃખી ? માલિક થઈને રહી દુઃખી થવું છે કે મહેમાન બનીને સુખી થવું છે ? માલિક બનીને રહેવામાં સંક્લેશ પાર વિનાના છે. - સ્વામી રામતીર્થ એક વાર અમેરિકાના પ્રવાસે હતા. રસ્તા ઉપર ચાલતા હતા ત્યાં અચાનક કાને બૂમરાણ સંભળાઈ. સ્વામી રામતીર્થ તે દિશામાં ગયા. જોયું તો એક મકાન આગમાં લપેટાઈ ગયું હતું. એનો શેઠ હાંફળો-ફાંફળો થઈ દોડધામ મચાવી રહ્યો હતો. થોડી વાર થઈ અને મકાનમાંથી કેટલાક ફાયરબ્રિગેડના માણસો ભારેખમ વસ્તુ લઈને શેઠની પાસે મૂકી ગયા. શેઠની નજર જેવી એ વસ્તુ ઉપર પડી કે શેઠની આંખમાં પ્રસન્નતા છવાઈ ગઈ. કારણ કે એના સર્વસ્વ સમાન એ તિજોરી હતી. મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો પૈસા વગેરે બધું તેમાં જ હતું. શેઠે એ લાવનાર માણસોને બક્ષીસ આપી ફરી ઉત્તેજ્યા. જાવ, હજુ કંઈક મળે તો લઈ આવો. માણસો તે વધુ બક્ષિસની લાલચે આગમાં જવા નીકળ્યા. આગ ઓલવવાનું કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. થોડી વાર થઈ પાછા તે માણસો મકાનમાંથી એક વસ્તુ લઈને આવી રહ્યા હતા. પણ, જેવી એ વસ્તુને શેઠે જોઈ કે શેઠ ઢગલો થઈ પડી ગયા. પોતાના જ પુત્રનું એ શબ હતું. શેઠ ધૂસકે ધ્રુસકે રડી પડ્યા. આ ઘટના જોઈ સ્વામી રામતીર્થે પોતાની ડાયરીમાં એક વાક્ય નોંધ્યું - “માલ અહીં રહી જાય છે. માલિક ઉપડી જાય છે. કેટલી સત્ય વાત ! દુન્યવી ચીજનો માલિક કદાપિ શાશ્વત કાળ માટે રહેવાનો નથી. માનવમાત્ર મહેમાન છે. કોઈ અપમાન કરી નાંખે ત્યારે તેના 240