________________ તે માની ન જાત ? જો તમે ગુસ્સો ન કર્યો હોત તો શું પરિણામ આવત ? સારું કે ખરાબ ? જો સારું જ પરિણામ આવવાનું હોય તો શા માટે ગુસ્સો કર્યો ? જો ખરાબ પરિણામ આવવાનું હોય તો તે કેવું ખરાબ પરિણામ ? અબજોની નુકસાની કરાવી દે, જાન ગુમાવવો પડે... ઈત્યાદિ ખરાબ પરિણામ કે પછી નોકર વગેરે તમારી વાત માને નહીં, તમારી ઘરમાં શેહ પડે નહીં. આવું મામૂલી જ ખરાબ પરિણામ આવવાનું હતું ? તમે ગુસ્સો કરીને વધારે ખરાબ પરિણામ તો નથી આણી દીધું ને ?' આવી મુક્ત અને સખ્ત વિચારણા કરશો તો ક્રોધ ઉપર ચાબખા પડશે. ક્રોધ આપોઆપ રવાના થવા લાગશે. જે ક્રોધ થયો છે તેના અનુબંધ નહીં પડે. થઈ ગયેલો ક્રોધ ઝાઝી નુકસાની નહીં કરી શકે. પણ તે માટે અંતરથી ઉપરોક્ત વિચારણા થવી જરૂરી છે. જો આ રીતે કરશો તો ક્રોધ ઉપર અવશ્ય કાબૂ મેળવી શકાશે. શાસ્ત્રકાર ભગવંતોએ પણ તમારી પાસે આ જ અપેક્ષા રાખી છે. પાપનો સર્વથા ત્યાગ તમારા માટે હાલના સ્તરે શક્ય નથી. માટે, શાસ્ત્રકારો એવી અપેક્ષા ન રાખે. પણ, સંયોગવશ પાપ કરવા છતાં, નિમિત્તવશ પાપ થઈ જવા છતાં, પક્ષપાતવશ તેના અનુબંધ તો તમારામાં ન જ પડવા જોઈએ. તે પાપનો બચાવ તો તમારામાં ન જ આવવો જોઈએ. તે પાપના સેવનમાં નિષ્ફરતા તો તમારા જીવનમાં ન જ આવવી જોઈએ. આટલી અપેક્ષા તો શાસ્ત્રકાર ભગવંતો તમારી પાસે રાખે જ છે. કારણ કે તો જ તમે કર્મબંધથી ઘણાખરા અંશમાં બચી શકશો. ‘વંદિતુ' સૂત્રમાં આ જ વાત કરી છે. સમ્મદિઠી જીવો, જઈ વિ હુ પાવ સમાયરે કિંચિ / અપ્પો સિ હોઈ બંધો, જેણ ન નિદ્ધદ્ધ કુણઈ મતલબ ? જો કે સમ્યગ્દષ્ટિ શ્રાવક કંઈક પાપને આચરે છે છતાં મિથ્યાત્વીને તે પાપના સેવનથી જેટલો કર્મબંધ થાય તેના કરતા કંઈગણો ઓછો કર્મબંધ સમ્યગ્દષ્ટિ શ્રાવકને થાય. કારણ કે સમ્યગ્દષ્ટિ શ્રાવક 232