________________ ફરે છે તે માણસ, જેની ઉપર મમત્વ છે તેનો ગુલામ હોય છે. જેને ક્યાંય પણ મમત્વભાવ નથી તે ખરો માલિક હોય છે ! જો ગોવાળે ગાય ઉપર માલિકીનો દાવો ન રાખ્યો હોત તો ગાય ભાગી જવા છતાં તે મસ્ત રહી શક્યો હોત. પણ, તે દુઃખી થયો. કારણ કે માલિકીનો દાવો કરવાની, પોતાને માલિક માની બેસવાની એ ભૂલ કરી બેઠો.” દુકાન તમારી માલિકીમાં કે તમે દુકાનની માલિકીમાં ? પૈસા તમારી માલિકીમાં કે તમે પૈસાની માલિકીમાં ? ખૂબ જ શાંત ચિત્તે વિચારવા જેવો આ પ્રશ્ન છે. સત્ય સમજાશે કે ખરેખરમાં તો પૈસા, દુકાન એ તમને નચાવી રહ્યા છે. તમારી પ્રસન્નતાને ઝૂંટવી તેમને તે પોતાની પાછળ દોડાવી રહ્યા છે. જો તેના ઉપરનો મમત્વભાવ દૂર થયો, માલિકીનો દાવો દૂર થયો તો જ તમે ખરા અર્થમાં માલિક થઈ શકશો. સુખી થઈ શકશો. બાકી, દ્વેષ, ક્રોધાદિ કષાયો પેદા થયા વિના રહેશે નહીં ! શરીર, દુકાન, પૈસા - આ બધાં ઉપર માલિકીનો દાવો છે. માટે, આમાંથી કોઈ પણ વસ્તુને નુકસાન પહોંચાડનાર વ્યક્તિ ઉપર ગુસ્સો આવ્યા વિના રહેતો નથી. કેવી બાલિશ ચેષ્ટા ! પારકાના મકાનને તોડી પાડનાર ઉપર ગુસ્સો કરવાની મૂર્ખામી તમે કદી કરતા નથી. તો પછી પારકા એવા શરીરાદિને નુકસાન પહોંચાડનાર ઉપર શા કારણે ગુસ્સો ? - ટૂંકમાં, મોર્ટગેજ પોલિસીનો સાર એટલો જ છે કે - ‘તમને મળેલા પુત્ર, પરિવાર, પૈસા, પ્રતિષ્ઠા. આમાનું કશું પણ તમારી માલિકીમાં નથી. કર્મસત્તાએ આપેલ છે, કર્મસત્તાની થાપણ છે. એ થાપણને કર્મસત્તા ફરી આંચકી લે કે તેને નુકસાન પહોચાડે તો ગુસ્સે શા માટે થાઓ છો ? શરીરાદિના વાંકે આત્માને સજા થાય તેવું શા માટે વિચારો છો, કરો છો ? થાપણને થાપણ રૂપે જ સ્વીકારવા માટેની તૈયારી કેળવો. માલિકીનો દાવો કાઢી દો. તમે દુઃખી છો, કારણ કે માલિકી ન હોવા છતાં માલિકીનો દાવો ઊભો જ રાખ્યો છે.' આ સારને સારી રીતે જીવનમાં અપનાવી જુઓ, સમાધિ હાથવગી થઈ જશે. 226