SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ એક આ માનવભવ એવો છે કે જે તમારા સ્વભાવને સુધારવાની, ક્રોધની હકાલપટ્ટી કરવાની ઉત્તમ સીઝન છે. સીઝનના સમયમાં ધંધો ન કરનારો આખું વર્ષ પસ્તાય છે. સ્વભાવને સુધારવાની સીઝનના ભવમાં સ્વભાવ ન સુધારનારો ચોરાશીના ચક્કરમાં રખડે છે. માનવના ખોળિયામાં વાઘ-વરુની હિંસકતા જ પુષ્ટ કરનારા માટે કર્મસત્તાએ વાઘ-વરુના ભવનું જ નિર્માણ કરેલું છે. અનંત કાળથી આપણે આપણા સ્વભાવને બગાડતા જ આવ્યા છીએ. આ તો કંઈક ભવિતવ્યતાની અનુકૂળતાએ, અરિહંત મહારાજાના અસીમ અનુગ્રહથી માનવભવ મળી ગયો છે. ઉપમિતિ ભવપંચાકાર સિદ્ધર્ષિગણિના શબ્દોમાં કહું તો સુસ્થિત મહારાજાની અમીનજરથી આ માનવભવમાં પ્રવેશ પ્રાપ્ત થયો છે. એમાં પણ શાસન મળ્યું છે, સમજણ મળી છે. શાસન મળ્યા બાદ પણ, સમજણ મળ્યા બાદ પણ જો સ્વભાવ સુધારવાની લેશ પણ તમન્ના ન જાગતી હોય તો સમજવું કે ભવિષ્ય ઉજળું નથી. રાત્રે ભૂલા પડેલાનું દિવસે ઠેકાણું પડી શકે. પણ દિવસે ભૂલા પડેલાનું તો ઠેકાણું ક્યારે પડવાનું ? નરક, તિર્યંચના ભવમાં સ્વભાવ બગાડનારનું ઠેકાણું સ્વભાવ સુધારવાના માધ્યમે માનવભવમાં પડી શકે. પરંતુ માનવભવમાં જ સ્વભાવ બગાડનારનું ઠેકાણું ક્યાં પડે ? ક્યારે પડે ? કેવી રીતે પડે ? એના માટે તો બસ પાછા એ જ જનમ -મરણના ચક્કર ! એ જ અપાર વેદનાઓ! રાડ નંખાવી દેતી નરકની જાલિમ યાતનાઓ ! અત્યારે લેશ પણ અપશબ્દ સાંભળી લેવાની તૈયારી ન રાખનાર, ક્રોધથી સળગી ઉઠનાર માણસ વાંદો બની જીવતે જીવતા ગરોળીના પેટમાં ચવાઈ જશે. ઉંદર બની બિલાડીના કૂર પંજામાં ચૂંથાઈ જશે. હરણ બની સિંહના પેટમાં પધરાવાઈ જશે. કેવી જીવની મૂર્ખતા ! અપશબ્દ સાંભળવાની તૈયારી નથી,
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy