SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ જો આ ભવમાં તમને કડવા શબ્દો જ સાંભળવા મળતા હોય તો વાત સ્પષ્ટ છે કે ગયા ભવોમાં તમે લોકોને કડવા શબ્દો જ સંભળાવ્યા છે. જો આવા કડવા શબ્દો ભવિષ્યમાં ન સાંભળવા હોય તો મીઠા શબ્દો બોલ્યા વિના છૂટકો નથી. જેવું તમે બોલશો તેવું જ તમને સાંભળવા મળશે. તમે જે બોલો છો તે બધું રેકર્ડ થઈ રહ્યું છે. માટે બધું ખૂબ સંભાળીને બોલજો. એમને એમ જે બોલવાનું હોય તે વખતે તમે ધ્યાન ન રાખો. પણ તમને ખબર પડે કે હું જે બોલું છું તે બધું કોઈ કાગળ ઉપર ટપકાવી રહ્યું છે અને તેના ઉપર મારે સાઈન કરવાની છે તો હવે કેવી રીતે બોલો ? તમે જે બોલો તેના ઉપર તમારે સાઈન કરવી પડશે - એવી ખબર પડતાં જ બોલવા ઉપર તમે અંકુશ મૂકી દો છો. સમજી વિચારીને બોલો છો. શાસ્ત્રકારો પણ આ જ વાત કરે છે કે તમે જે બોલો છો તે બધું જ રેકર્ડ થઈ જાય છે. તે બધું તમારે પોતે જ સાંભળવું પડશે. જે અને જેવા શબ્દો તમે સામેવાળી વ્યક્તિને ઉદ્દેશીને બોલ્યા છો, કર્મસત્તા તે બધું રેકર્ડ કરી કોઈ પણ વ્યક્તિના માધ્યમે તે અને તેવા શબ્દો તમને સંભળાવવાની જ છે. માટે, ખૂબ જ સાવધાની વાપરીને જ શબ્દો બોલવામાં ડહાપણ છે. કોઈની સાથે તમે જેવા પ્રકારનો વ્યવહાર કરશો તેવો જ વ્યવહાર તમારી સાથે થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્મસત્તા કરશે. સ્વામી દયાનંદ સરસ્વતીના આશ્રમમાં ચોર ચોરી કરવા આવ્યો. તેને એમ કે આ આશ્રમમાં ભક્તો બહુ જ આવે છે. માટે ઘણા બધાં રૂપિયા, ઝર-ઝવેરાત વગેરે મળશે. પણ, આશ્રમમાં કશું જ ન મળ્યું. આટલું બધું જોખમ ખેડ્યું તે નિરર્થક જ સાબિત થયું. આશ્રમમાં ચોરી કરવા આવ્યો હતો. માટે બદનામીનો ભય પણ ઘણો હતો. છતાં પોતે ચોરી કરવાનું જોખમ ખેડ્યું હતું. પણ, કશું જ હાથ ન લાધ્યું. નિરાશ થઈને ચોર બહાર નીકળવાની પેરવીમાં પડી ગયો. પણ, દયાનંદ સરસ્વતી ખખડાટના અવાજથી જાગી ગયા. એમણે મૃદુ અવાજથી પૂછ્યું - “ભાગ્યશાળી ! કોણ છે ત્યાં ?" સામેથી કોઈ ઉત્તર ન આવ્યો. 193
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy