________________ યુદ્ધમંત્રી ઉપર થાય તો પણ ચૂપ જ રહેવાનું ? મારે શું સણસણતો જવાબ નહિ વાળવાનો ?' અબ્રાહમ લિંકન પરિસ્થિતિ પારખી ગયા. હવે વધુ ખેંચવામાં માલ નથી. એમણે તરત જ કીધું, “ના, આવું તો બિલકુલ જ ચલાવી ન લેવાય. લશ્કરનો એક મેજર યુદ્ધમંત્રીને આવું કહી જાય, તે બિલકુલ ન ચાલે. એક કામ કરો, તમે એક જવાબ પત્ર તૈયાર કરો. પણ એ પત્ર તૈયાર કરી એક વાર મને વંચાવી દેજો.” યુદ્ધમંત્રીને તો ભાવતું'તું ને વૈદે કીધું. તેમણે પણ આ જ વિચાર કર્યો હતો. પત્રમાં આમ કહીશ ને તેમ લખીશ... આવા તુક્કા પણ ઉડાડ્યા હતા. તેમાં અબ્રાહમ લિંકને પણ પત્ર લખવાનો કીધો. એટલે તરત જ ડબલ જોશથી તેમણે પત્ર તૈયાર કર્યો. 1 પાનાનો પત્ર સામેથી આવ્યો હતો, તેની સામે 11 પાનાનો પત્ર યુદ્ધમંત્રીએ લખી લીધો હતો. જેમાં મેજર જનરલ ઉપર ગાળો પણ હતી, આક્ષેપો પણ હતા, અમુક વસ્તુ કલ્પના કરીને લખી હતી, અમુક વસ્તુ પ્રસ્તુતમાં જરૂરી ન હોવા છતાં ગમે તેમ કરીને તેને હલકો ચીતરવા લખી હતી. આવો 11 પાનાનો પત્ર લઈ તેઓ અબ્રાહમ લિંકન પાસે પહોંચી ગયા. અબ્રાહમ લિંકને તે પત્રનો તરત જ સ્વીકાર કરી લીધો અને કીધું કે “કાલે વાંચીને તમને આપી દઈશ.” સાથે સાથે અબ્રાહમ લિંકને યુદ્ધમંત્રીને બીજા જરૂરી કામોમાં જોડી દીધો. બીજે દિવસે યુદ્ધમંત્રી પેલો પત્ર લેવા આવ્યા. પણ, પત્ર હજુ વંચાયો જ નહતો. પછી રોજે રોજ તો યુદ્ધમંત્રીથી પૂછી શકાય નહીં. એમ કરતા બે-ચાર દિવસ પસાર થઈ ગયા. પોતે પણ બીજા કામમાં પરોવાયેલા હોવાથી રોજે રોજ અબ્રાહમ લિંકનને મળી શકાતું નહોતું. 4-5 દિવસ બાદ અબ્રાહમ લિંકન થોડા ફ્રી હતા ત્યારે જ યુદ્ધમંત્રીને ત્યાં જરૂરી કામસર આવવાનું થયું. અબ્રાહમ લિંકન જોડે બીજી વાતચીત કરતા કરતા અચાનક યુદ્ધમંત્રીની નજર કાગળ ઉપર પડી. કાગળ જેમનો તેમ જ ત્યાં પડ્યો હતો. યુદ્ધમંત્રીએ કીધું કે - “સર ! આપે આ કાગળ વાંચ્યો હોય તો પોસ્ટ કરી દઉં. ઘણા દિવસો થઈ ગયા.” 183