________________ વિપત્તિના આ ફાયદાને નજર સમક્ષ રાખીને જ બાર-બાર વર્ષના વનવાસ વગેરેના દુઃખો માથે પડ્યા હોવા છતાં પણ કુંતી માતા પરમાત્માને પ્રાર્થના કરે છે. “વિપવ સતુ નઃ શિવતુ' તમારા લોકોની પ્રાર્થના હોય છે - “સપૂર્વઃ સન્તુ ને તું' કુંતી માતાની પ્રાર્થના સાંભળી ભીમ ચમકી ગયો. એ બોલ્યા વિના ન રહી શક્યો કે “મા! શું આટલા દુઃખો આપણી ઉપર ઓછા આવ્યા છે ? જન્મ ક્ષત્રિય રાજવંશી હોવા છતાં ભિખારીની જેમ રાન-રાન ભટક્યા છીએ. અજ્ઞાતવાસમાં રહી વેઠિયું કર્યું છે. યુદ્ધના સેંકડો ઘા સહીને અને સ્વજનોને ગુમાવીને માંડ માંડ આ રાજ્ય મળ્યું છે. ત્યાં પાછી આપ વિપત્તિની માંગણી કરો છો. તો શું આટલી વિપત્તિ ઓછી છે ?" “જો ભીમ ! સુખ હંમેશા સુવાડવા માટે આવે છે અને દુઃખ જગાડવા માટે આવે છે. દુઃખના દિવસોમાં જ ભગવાનની યાદ આવે છે. એક વાતનો જવાબ આપ કે ભગવાન સતત તારા સ્મરણમાં રહે તેવું તું ઈચ્છે છે કે નહીં ?' હા, મા !" તો પછી તેના માટે બેટા ! સુખના દિવસો નહીં, દુઃખના દિવસો જોઈશે. દુઃખના દિવસોમાં જ ભગવાન યાદ આવતા હોય છે. સુખના દિવસોમાં ભગવાનનું વિસ્મરણ થઈ જતું હોય છે. તો પછી જે ભગવાનનું સ્મરણ કરાવે તેવા દુઃખના દિવસો પરમાત્મા પાસે શા માટે નહીં માંગવા ?" ટૂંકમાં, ક્લાઉડ પોલિસી એટલું જ કહે છે કે - “વિપત્તિના જે પણ વાદળ નાના કે મોટા આવે છે તે બધા વિખેરાવા માટે કે રવાના થવા માટે જ આવે છે. સ્થાયી દુઃખ કોઈ નથી. તો પછી થોડી વારના એ દુઃખને શાંતિથી સહી લે, ક્રોધ ઉપર કાબૂ રાખી લે, પ્રસન્નતા તારા ચરણ ચૂમશે.” એક વાત તો સાચી જ છે કે અહંના તપારાને શાંત કરી દેતી વિપત્તિની વર્ષા વધાવવા જ જેવી છે. અને એ વધામણા વિપત્તિની વર્ષામાં ક્ષમાનું ગુલશન ખીલવીને જ શક્ય છે. ચલો કટિબદ્ધ બની ક્ષમાના ગુલશન ખીલવી તેમાંથી પ્રસરતી પ્રસન્નતાની પમરાટને માણીએ ! 181