________________ પીડાઈને તમે ગુસ્સો કરી બેઠા તે જ દુઃખને ગુસ્સો કરવા દ્વારા પાછી આમંત્રણ પત્રિકા આપી આવ્યા. આખરે શરૂ થાય છે એનું એ જ દુશ્ચક્ર ! માટે ગમે તેવા સંકટનો સમય હોય, આપત્તિનો વખત હોય, મુશ્કેલીના ગંજ ખડકાયા હોય તો પણ જો મનને સ્વસ્થ રાખી શક્યા, શાંત રાખી શક્યા તો આપત્તિથી અવશ્ય છૂટકારો થશે જ. ઉપરાંતમાં નવો કર્મબંધ ન થતાં નવા દુઃખો આવતા અટકશે. વિપત્તિના જે જે વાદળો આવે છે, તે ભલેને ગમે તેવા વિકરાળ હોય. પણ તે જવા માટે જ આવે છે. તે રવાના જ થવાના છે. બહુ ઓછો સમય ટકવાના છે. દુઃખો પણ, વિપત્તિઓ પણ જૂજ સમય માટે જ આવતી હોય છે. ફક્ત એટલો સમય જ સાચવી લેવાનો છે. ઘરાક જોડે કંઈક બોલાચાલી થઈ, સમાજમાં બે-ચાર વાર અપમાન થઈ ગયા, લોકોએ માન આપવાનું બંધ કરી દીધું, ઘરાકો બાજુની દુકાનમાંથી માલ લેવા લાગ્યા, પગમાં કંઈક વાગી ગયું, તાવ આવી ગયો, શેઠ સાથે બોલાચાલી થઈ ગઈ.... આવા ખૂબ જ નાના નાના પ્રસંગોમાં તમે માનસિક સમતુલા ખોઈ બેસતા હો છો. આમાંનું કયું દુઃખ જીવનભર ટકવાનું છે? બહુ થોડા સમય માટે આ બધાં દુઃખો આવતા હોય છે. પણ, તે વખતે જ સ્વસ્થતા રાખવી કઠીન થઈ પડે છે. શરદી, ખાંસી, તાવ, ટાઈફોઈડ, કમળો, ટી.બી. જેવા રોગો પણ ક્યાં જીવનભર ટકવાના છે? આ બધાં દુઃખના વાદળો રહેવા માટે નહિ પણ જવા માટે આવ્યા છે. તેનો સમય થશે એટલે બધાં ચાલ્યા જશે. શા માટે એટલા સમયમાં ઊંચા-નીચા થઈ જવું ? આમ પણ તમે ઊંચા-નીચા થશો તેનાથી પરિસ્થિતિમાં ઝાઝો સુધારો થઈ શકે તેમ નથી. બગાડો થવાની શક્યતા વધુ છે. થોડાક જ સમય માટે આવેલા આ દુઃખને હસતાહસતા સહી લો, પછી એ દુઃખ તો ચાલ્યું જશે. પણ, તમારા માટે પ્રસન્નતા અને પુણ્ય અકબંધ રાખીને જશે. વાદળ વરસે તો ઠંડક થાય, દુકાળ દૂર થાય. પછી તે પાણીના હોય કે વિપત્તિના. પાણીના વાદળમાંથી જેમ પાણી વરસે અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ જાય, દુકાળ દૂર થઈ જાય. તેવી રીતે જીવનમાં 179