________________ તુકારામ પાસે બાળકોની લાઈન લાગી. તુકારામ દરેક બાળકને પ્રસન્ન કરતા રહ્યા. એમ કરતા કરતા જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે ગાડામાં શેરડીનો એક જ સાંઠો બચ્યો હતો. છતાં અનેરી પ્રસન્નતા સાથે તુકારામે ઘરમાં પ્રવેશ કર્યો. પણ સ્વાગત બહુ ગરમાગરમ થયું. આખું ગાડું ભરાય તેટલી શેરડીની જગ્યાએ માત્ર એક શેરડી લઈને આવતા તુકારામને જોઈ તેની પત્નીનો પિત્તો ફાટ્યો. આવતા વેંત ધડ દઈને પૂછ્યું - “બાકીની શેરડી ક્યાં ગઈ ?' તુકારામે હસતા હસતા આખી પરિસ્થિતિ જણાવી દીધી અને છેલ્લે વાત કરી કે “જો ! ભગવાન પણ તારી કેટલી ચિંતા રાખે છે ? તારા માટે એક શેરડી બચાવી રાખી છે. લે ! રાખ આ શેરડી !" એમ કહી તુકારામે શેરડી પોતાની પત્નીને આપી. પણ, પત્નીના મગજનો પારો આકાશને આંબતો હતો. જેવી રડી તુકારામે પત્નીની આપી કે એ હાથમાં આવતા જ તેનો છૂટ્ટો ઘ જોશથી તેણે તુકારામ તરફ કર્યો. શેરડી એટલી જોરથી અથડાઈ કે તુકારામજીની સાથે અથડાતાં જ તેના બે ટુકડા થઈ ગયા. તુકારામજી આ ઘટનાથી જરા પણ વિચલિત થયા નહીં. હસતા હસતા તેમણે જવાબ આપ્યો કે “તારી ભાવના પણ કેવી અદ્ભુત છે. પતિવ્રતા સ્ત્રીને પતિને છોડી ખાવાનું કેમ ભાવે ? એટલે અડધો ટુકડો મને આપ્યો. બન્ને માટે સરખા ભાગ કર્યા !" ગમે તે ઘટના ઘટે. પણ તે ઘટનાને કેવી રીતે મૂલવવી ? તે તમારા હાથની વાત છે. દરેક ઘટના પાછળ જો સારું જ જોતા શીખશો તો અવશ્ય લાભ તમને જ છે. દુર્વ્યવહાર કરવા દ્વારા સામેવાળાએ તો પોતાની જાતને ખરડી નાખી હશે. તમારે પણ જો એ જ ભૂલ કરવી હોય તો બન્ને સરખા સજાપાત્ર ઠર્યા. જો તમે તે પ્રસંગને હકારાત્મક રીતે લેશો તો તે વખતે ગુસ્સા ઉપર તમે કાબૂ પણ રાખી શકશો. જો ક્રોધ કાબૂમાં તો તમે આબુમાં. ફલતઃ આત્મોત્થાન તમને હાથવગું થશે. સંદેશ સ્પષ્ટ છે - પોઝિટીવ એંગલ શેતાનમાંથી સંત બનવાના રસ્તે લઈ જાય છે. નેગેટીવ એંગલ સંતને ય શેતાન બનાવી દે છે. પસંદગી તમારી છે. 176