________________ “તને વનવાસ મોકલ્યો તે જ તો મોટી ભૂલ !" “અરે મા ! તમે તો મને વનવાસ મોકલવા દ્વારા ભારત કરતાં મારા ઉપર આપને વધુ વ્હાલ છે, પ્યાર છે - તેવું સાબિત કરી દીધું.” “બેટા મારી મશ્કરી શા માટે કરે છે ? જંગલમાં મોકલીને મેં તને આટલો દુઃખી કર્યો અને તું એમ કહે છે કે મને તારા ઉપર વધુ પ્રેમ છે - તેવું સાબિત કર્યું ?' “મા ! હું મશ્કરી નથી કરી રહ્યો ! હકીકત જણાવું છું.' કેવી રીતે ?'' “મા ! શેઠ, દીકરો અને નોકર-ત્રણ જણા બજારમાં ફરવા ગયા હોય. બજારમાંથી ખરીદ કરેલી વસ્તુનો થેલો શેઠ દીકરાને નથી આપતા. પણ નોકરને આપે છે. કારણ કે, શેઠને દીકરા ઉપર જેટલો ભાવ છે તેટલો નોકર ઉપર નથી. જ્યાં ભાવ હોય તેના ઉપર ભાર લાદવાનું ગમે નહીં. માટે જ શેઠ નોકરને વધુ ભાર ઊંચકવા આપે છે, દીકરાને નહીં. આપે પણ તેમ જ કર્યું. આખી અયોધ્યાના સારસંભાળની ભારેમાં ભારે જવાબદારી ભરતના શિરે નાખી. મને વનમાં મુક્તજીવન -ભારરહિત જીવનની બક્ષિસ આપી. હવે આપ જ કહો કે આપને કોના ઉપર વધારે ભાવ હોય ? આખા રાજ્યના ભારને જેના માથે નાખ્યો તે ભરતના ઉપર કે બિલકુલ ભારરહિત કરી દેનાર મારા ઉપર ? આખી દુનિયાની સામે આપે સાબિત કરી દીધું કે કેકેયીને જેટલો રામ વહાલો છે તેનાથી વધુ ભરત વહાલો નથી.” અને મા ! વનવાસમાં મોકલવા દ્વારા આપે બીજા પણ અઢળક ઉપકારો મારી ઉપર કર્યા છે. કારણ કે, વનવાસમાં જ મેં સ્વયં અનુભવ્યું - જાણ્યું કે સીતાનું સતીત્વ કેવું અજબ છે ? લક્ષ્મણનો ભ્રાતૃપ્રેમ કેવો અજોડ છે ? હનુમાનની સ્વામીભક્તિ કેવી અલબેલી છે ? વિભીષણની ન્યાયપ્રિયતા કેવી અવ્વલ છે ? સુગ્રીવની મરી ફીટવાની તમન્ના કેવી અદ્ભુત છે ? સાથે સાથે શત્રુ સાથે સામને ભીડવાનું મારું સત્ત્વ કેવુંક છે ? આ બધું જાણવાનું મને તો જ મળ્યું કે જો હું વનમાં ગયો. " 170