________________ દાનવીર હોય તો ય “આ વ્યક્તિને નામનાની કામના ઘણી છે' - આમ તેના દોષ જ જોવાનું કામ થાય, ‘આ તપસ્વી છે પણ ગુસ્સો પારાવાર છે', “આ ધર્મિષ્ઠ છે પણ ઘરમાં કોઈને તેનાથી સંતોષ નથી”, “આ દેરાસરમાં ભક્તિ તો બહુ કરે છે. પણ છે પાછો ભારે કંજૂસ !' - આ રીતે સર્વત્ર માત્ર ને માત્ર દોષદર્શન જ કર્યા કર્યું હોય તો પછી અવસર મળતા બોઈલર ફાટે જ ને ! કડવા વચનો નીકળે જ ને ! જ્યાં સદ્ભાવ પૂરેપૂરો છલકાતો હોય ત્યાં ગુસ્સો પ્રગટે તેવી કોઈ શક્યતા જ નથી. અને જો ગુસ્સો પ્રગટતો હોય તો સમજવું કે દ્વેષ અને દુર્ભાવ છલોછલ ભર્યા પડ્યા છે. હા ! દરેક વ્યક્તિમાં દોષો તો રહેલા જ છે. પણ, તે દોષોને જોવાની જરૂરિયાત શી છે ? ઊલટું દરેક વ્યક્તિમાં દોષો જ જોઈ - જોઈને હલકી મનોદશા, હલકી મનોવૃત્તિ જ પુષ્ટ થાય છે. બગીચો બહુ મસ્ત રીતે ખીલ્યો હતો. ફૂલો પણ મહેંકતા હતા. ચંપો, જાસૂદ વગેરે ફૂલોથી આખો બાગ લચી રહ્યો હતો. હા ! બગીચામાં એક ખૂણામાં મરેલો ઉંદર પણ પડ્યો હતો. તેની બદબૂ પણ થોડી થોડી આવતી હતી. એ વખતે ઉપર આકાશમાં કોયલ ઉડી રહી છે. તેને ફલ અને તેની સુગંધ જ જણાય છે. કોયલ એ મરેલા ઉંદરની નોંધ લેવા પણ તૈયાર નથી. જ્યારે આકાશમાં ઊડી રહેલા કાગડાને ફૂલોની કોઈ પડી નથી. એ તો મરેલા ઉંદરને શોધવામાં જ મસ્ત છે. કોયલ મરેલા ઉંદર સામું જોવા તૈયાર નથી, પોતાના મગજમાં એની નોંધ સુદ્ધા લેવા તૈયાર નથી. જ્યારે કાગડાને ફૂલોની મદમસ્ત સુવાસની કંઈ પડી નથી. એને મડદા ચૂંથવામાં જ મજા આવે છે. પોતાની જાતને આ પ્રશ્ન કરવા જેવો છે કે - પોતાની ચિત્તવૃત્તિ કેવી ? કાગડા જેવી કે કોયલ જેવી ? કોઈ પણ વ્યક્તિમાં રહેલ સદ્ગણોની સુવાસ લેવામાં આનંદ કે એના દોષો જ ચૂંથવામાં આનંદ, આ જીવને અનાદિ કાળથી પારકા દોષોને ચૂંથવામાં જ મજા આવે છે. જીવ કાકવૃત્તિને જ પુષ્ટ કરતો આવ્યો છે. હવે કોયલવૃત્તિ વિકસાવવાની જરૂર છે. જો કોયલવૃત્તિ વિકસાવી તો આખા જગત પ્રત્યે અહોભાવ 127