________________ આહાર એ ઓડકાર ! અન્ન એવું મન ! ખાનપાન એવાં અરમાન ! આ અને આના જેવી કહેવતનાં કથનને ભાવ એવો છે કે આહારની અસર નાનીસૂની નથી ! આહાર આમ તે શરીરની ક્રિયા છે, પણ એનો પ્રભાવ માનવીના મન ઉપર, મનન ઉપર અને જીવન ઉપર પણ પડ્યા વિના રહેતો નથી. શારીરિક વિકાસની સાથે સાથે, માનવીના વિચાર, ઉચ્ચાર અને આચારના વિકાસમાં ય આહાર કારણ છે. સંજ્ઞા એટલે સુદઢ–સંસ્કાર ! સમગ્ર જીવનસૃષ્ટિ ચાર સંસ્કારોને પોતાના પડછાયાની જેમ વળગી રહીને ભવફેરા ફરતી રહી છે. આ સંજ્ઞા-ચતુષ્કણમાં પહેલી સંજ્ઞા આહારની, બીજી ભયની, ત્રીજી વિષય-વાસનાની અને એથી મૂર્છા–પરિગ્રહની ગણાય છે. આહાર સંજ્ઞાની કારમી નાગચૂડમાંથી મુક્ત થઈને, અણહારી–પદનું સ્વાતંત્ર્ય સર કરવા કાજે તપને યુદ્ધમંત્ર આપણા શાસ્ત્રકારોએ આપ્યો છે ! તપનું આ યુદ્ધ કઈ રમતવાત નથી ! આ યુદ્ધ જગવવા તાકાત કેળવવી રહી અને આ તાકાત જગવવા તાલીમ લેવી રહી. આ તાલીમરૂપે જ આપણા શાસ્ત્રકારોએ ભય–અભક્ષ્યની અને પેયાપેયની આહાર–ચર્યા નકકી કરી છે અને આ અંગે ઊંડામાં ઊંડી સમજણ આપી છે. આહારસંજ્ઞાની ગુલામીથી મુક્ત થવા તપનું યુદ્ધ જગવવું અનિવાર્ય છે. આ તપયુદ્ધમાં વિજયની વરમાળ વરવા તાકાત મેળવ્યા વિના ચાલે એમ નથી અને તાકાત