________________ 10 એકઠી કરવા તાલીમ લીધા સિવાય છૂટકે નથી. આ તાલીમ લેવી એટલે જ “આહારશુદ્ધિ કરવી. આ પરેડ કરવી એટલે જ બાવીસ અભક્ષ્ય, બત્રીસ અનંતકાય અને ચાર મહાવિગઈઓને જીવનભર માટે ત્યાગ કરે. અજય ત્યાગની તાલીમ લેવાથી જાગેલી જવાંમદ તપયુદ્ધ જગવવા થનગનશે અને પછી જ આહારસંસાની કારમી ગુલામી બેડીને ફગાવી–ફંગળી દઈને જીવ અણુહારી–પદની સ્વતંત્રતાને સર કરી શકશે માત્ર “આહારશુદ્ધિ ને અપનાવી લઈને જ આત્મ સંતોષ નથી માની લેવાનો ! આપણે આખરી આદર્શ અને આપણે મહત્ત્વને મુદ્રાલેખ તો છે આ અણહારી–પદ ! આ આદર્શને આંબવા તે આહારને–રસનો સદંતર ત્યાગ આત્મસાત્ કરે જરૂરી છે, પણ આ તે ઉપર ઉપરનું પગથિયું છે, છેલ્લું પગથિયું કહીએ તો ય ચાલે એવી આ ઉચ્ચ ભૂમિકા છે. આ ઉચ્ચ ભૂમિકાને પામવા શરૂઆતના પગથિયાં ચડવાં જ પડે અને આહારશુદ્ધિ વિના પ્રાથમિક પગથિયા પર પગ ટકી પણ ન શકે. માટે મુક્તિદ્વાર ઉઘાડવાની ચારિત્રચાવી પામવાની પ્રાથમિક શરત છે આહારશુદ્ધિ ! આહારની અસરથી તન-મન-જીવનમાં જાગતા આદોલનના તે આપણે સહુ જ સાક્ષી છીએ. અનુભવગમ્ય આ વાતને વધુ સમજાવવાની જરૂર નથી. ભેજન એવું મન, મન એવું મનન, અને મનન પ્રમાણે જીવન અને જીવન પ્રમાણે અંત. આ લગભગ અનુભવસિદ્ધ તારણ છે.