________________ તપોયુદ્ધની તાલીમ : આહાર–શુદ્ધિ (લેખક :-પૂ. મુનિરાજ શ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.) (અંજડ : મ, પ્ર.). ભારતનાં તમામ ધર્મશાસ્ત્રએ માનવજીવનની મહત્તા આંકતાં કહ્યું છે કે આ માનવ–ભવ તે મુક્તિનું મંગલદ્વાર છે ! મુકિતનાં મંગલદ્વાર ઉઘાડવા ચારિત્રની ચાવી આ ભવમાં જ મળી શકે છે, આ જ એની મહત્તા છે; એથી જ એની સર્વોપરિતા છે. બાકી આમ તો આ માનવ-ળિયું મળમૂત્રની જેમ મુશ્કેલીઓ અને મૂંઝવણોને મહાસાગર છે. ભૌતિક ભવ્યતાને ત્રાજવે એનું કેઈ ઝાઝું મૂલ્ય નથી. એનાં મેંઘેરાં મૂલ્યાંકનની આધારશિલા એક માત્ર આધ્યાત્મિક આબાદી જ છે! આધ્યાત્મિક આબાદીની ચરમ અને પરમસીમા જે મુક્તિ છે અને આ મુકિત-દ્વારના ઉદઘાટનની ચારિત્ર-ચાવી જે માનવજીવનમાં જ મળી શકે એમ છે તે હવે વિચારવાની વાત એ છે કે, આ દ્વારોદઘાટનની સાધનામાં આહારશુદ્ધિ કોઈ આવશ્યક અંગ છે ખરું? જવાબ આહારશુદ્ધિની આવશ્યકતાને આવકારે એવે છે. મુક્તિનું મંગલદ્વાર ઉઘાડવાની ચાવી છે આચારશુદ્ધિ ! આ આચારશુદ્ધિની આધારશિલા છે વિચારશુદ્ધિ ! અને આ વિચારશુદ્ધિની વાહક છે આહારશુદ્ધિ ! આહારશુદ્ધિથી વિચારશુદ્ધિ, વિચારશુદ્ધિથી આચારશુદ્ધિ, આચારશુદ્ધિથી કમ–વિશુદ્ધિ અને અંતે એથી મેક્ષ! આ પાનેતી પ્રક્રિયામાં જરા ઊંડાણથી ડોકિયું કરીએ !