________________ સનતકાય વનસ્પતિની ઓળખ-હાણ ગૂઢ- . સિર–સંધિ—પર્ધ્વ, સમભંગમા ઘરમં ચ છિન્ન રહે સાહારનું શરીર :- જે વનસ્પતિનાં પાન-ફળ પ્રમુખને નસ તથા સંધિ જણાય નહિ, ગાંઠ શુ હોય, જે ભાંગવાથી બરાબર ભાંગે તથા ભાંગ્યેથી એકદમ યુદ્ધો થઈ જાય, કે બુરપુર થઈ જાય, તાંતણા–રસા ન હોય, છેવા પછી ફરી ઉગે તે સાધારણ વનસ્પતિ જાણવી, જેના એક શરીરમાં અનંત જીવો હોય છે એક બટાટામાં અસંખ્ય શરીરે હોય છે અને શરીરે શરીરે અનંતજી હાય છે. - આમ કંદમૂળાદિ અનંતકાયમાં અનંતાજીને નાશ થત હાઈ અભય ગણવામાં આવેલ છે. તેને સંપૂર્ણ ત્યાગ કરવાથી અનંત જીવોને અભયદાન આપ્યાનું ફળ મળે છે, આપણું બત્રીસી અનંત જીવોને કચરવા નથી મળી, અન્યથા અનંતાજીના નાશથી ભવાંતરમાં જીભ મળવી દુર્લભ છે, એકેન્દ્રિપણું સુલભ થશે, જ્યાં ગયા પછી જીવ અસંખ્ય કે અનંતી ઉત્સર્પિણ-અવસર્પિણું કાળ પસાર કરે છે. એકેન્દ્રિય જીવને પ્રગટપણે પાપ ન કરવા છતાં મન ન હોવાના કારણે કેઈ ધર્મ હોતો નથી, જીવ કર્મથી બંધાયા જ કરે અને દીર્ઘકાળ છેદન-ભેદન તડકા-ટાઢ વગેરેનાં કષ્ટો સહને દીર્ઘકાળ પસાર કરે છે. અનંતકાયમાં ન જવું હોય તે તેને ત્યાગ કરવો જરૂરી છે.