________________ 141 અથવા ઈડાને નુકસાન કરનાર તે પરમેશ્વર હેરમજદની વિરુદ્ધને. શેતાન-આહેરમનની તરફને છે. (17) વસ્વર્થ કવિ પ્લેઝર્સ ઓફ લાઇફમાં કહે છે કેDont mingle thy pleasure or the joy, with the sorrow of the meanest thing that feels. = હે ભાઈ !. એવી કોઈ પણ વાતમાં ખુશાલી કે આનંદ માનીશ નહિ, કે જેથી લાગણી ધરાવતા કોઈ પણ જીવને દુઃખ પડે, કે મૃત્યુ થાય. (18) મનુ મહારાજ કહે છે કે - જેઓ માંસ ખાતા નથી અને બીજા જીવોની હિંસા કરતા નથી એ પ્રાણીમાત્રના મિત્ર બને છે. (18) શ્રતિ અને સ્મૃતિ ગ્રંથ - સમસ્ત સુવર્ણદાન ગદાન તથા ભૂમિદાનો કરતાં પણ માંસ ભક્ષણ ન કરવામાં વિશિષ્ટ ધમ મનાય છે. (20) શ્રી બુદ્ધ કહે છે કે - બધા જીવોને આયુષ્ય અને સુખ પ્રિય છે. તથા દુઃખ અને હત્યા અપ્રિય અને પ્રતિકૂલ છે. જો જીવનની ઈરછા રાખવાવાળા અને તેને પ્રિય માનવાવાળા છે તેથી જીવવા દ્ય અને જી (1) પોતાના પ્રાણની રક્ષા માટે પણ કઈ પ્રાણીને વધ ન કરે, (2) પ્રાણીમાત્ર પ્રત્યે આપણા ઉપર નીચે અને ચારેકોર અસંબોધ, અવૈર અને મૈત્રીની અસીમ ભાવના વધારવી. જઈએ. | (21) કબીર કહે છે :- કોઈ પણ જીવને દુઃખ ન આપો, કેમકે ધર્મમાં એનાથી વધારે બીજુ કોઈ મોટું પાપ નથી. (22) ફીરદોશી શાહનામા:- પ્રાણીઓની રક્ષા કરવી એ ધર્મ છે. પશુઓની કતલ કરવી એને અહુરમજદ પાપ બતાવે છે.” (23) ઇસુ કહે છે કે :- Thau shall not kill" કોઈની હત્યા ન કરો, હું દયા ચાહુ છું, કુરબાની નહિ.