________________ (24) મહાભારત કહે છે કે - यो दद्यात् कांचन मेरु, कृत्स्नां चैव वसुंधरा / 'एकस्य जीवित दद्यात, न च तुल्य युधिष्ठिर ! // 1 // જે માણસ કાંચનમય મેરુ પર્વત જેટલું સુવર્ણ દાન આપે તથા સમગ્ર પૃથ્વીનું દાન આપે, એના કરતાં એક જીવને અભયદાન આપવાનું ફળ વધી જાય છે. (25) નારદજી કહે છે કે - જે કઈ બીજાનું માંસ ખાઈને પિતાનું માંસ વધારવા ચાહે તે ચોક્કસ નરકમાં જ પડશે. . (26) શુકદેવજી કહે છે કે - જે હિંસા નથી કરતા તે સંસારમાં સુંદરતા, લક્ષ્મી, આરોગ્યતા અને વિદ્યા આદિ શુભ ગુણથી સંપન્ન થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. (27) કબીરજી કહે છે :मांस मछलीया खात है, सुरापान सेवते / ते नर नरक हि जायेंगे, मात-पिता समेत // 1 // માંસ-મચ્છી-દારૂનું સેવન કરનારાઓ માતા-પિતા સાથે નરકમાં - જનાર બને છે. (28) શીખેના ગુરૂ નાનક ગ્રંથસાહેબમાં કહે છે કે : जो पीते है प्याले; और खाते है कबाब / सो देखो रे लोगो, वे होते खराब // 1 // सो तोबा पाकारे, की पीवे अजाब / जो लेखा मगीजे, क्या कीजे जबाब // જે પ્યાલા નામ દારૂ પીનારા, તથા કબાબ નામ માંસ ખાનાર તે બંને લેકેને જુઓ તો ખરાબ થાય છે અને પછી તે બા પુકારે છે. તેથી શું કરુણ અંજામ થાય? પ્રભુને ઘેર લેખો માંગશે ત્યારે " -શું જવાબ આપશે ?