________________ પ્રશ્ન : બધાજ નક્ષત્રના વિમાનો 1 ગાઉના છે, ભિન્ન-ભિન્ન મંડલમાં T? હોવા છતાં પ્રત્યેક નક્ષત્ર 59 30 મુ. માં પોતપોતાનું મંડલ પૂર્ણ કરે છે ? એટલે કે તેમની ગતિ પણ સમાન છે. આમ સમાન ગતિ, સમાન sizeના વિમાનોવાળા નક્ષત્રોના ચંદ્ર સાથેના યોગ કાળમાં ભેદ કેમ? સમક્ષેત્રી-સાર્ધક્ષેત્રીઅર્ધક્ષેત્રી-આવા ભેદ કેમ ? બધા જ એક સમાન કાળ માટેના યોગ ન કરે ? ઉત્તર H આ ભેદ છે તે નક્ષત્રોના આધિપત્ય ક્ષેત્રની ભિન્નતાને લઇને પડે છે. દરેકની ગતિ સમાન-વિમાનોની size પણ સમાન છતાં આધિપત્ય ક્ષેત્ર ભિન્ન હોવાથી (નાનું-મોટું) હોવાથી ચંદ્ર સાથેનો યોગનો કાળ ભિન્નભિન્ન થાય છે માટે સમક્ષેત્રી આદિના ભેદો પડે છે. સર્વ નક્ષત્રોનું આધિપત્ય ક્ષેત્ર 2 ભેદવાળું છે. 1) ઉત્તર-દક્ષિણ :- 510 યો. અથવા તેથીય સાધિક. 2) પૂર્વ-પશ્ચિમ :- અનિશ્ચિત (હજારો યોજન પ્રમાણ) * ઉત્તર - દક્ષિણના 510 યો. ના આધિપત્ય ક્ષેત્રને લીધે ચંદ્ર સાથે નક્ષત્રનો ઉત્તરાભિમુખ, દક્ષિણાભિમુખ અને પ્રમર્દ એમ 3 પ્રકારે યોગ થાય છે. પૂર્વ-પશ્ચિમ આધિપત્યક્ષેત્ર નક્ષત્રની લંબાઇ-પહોળાઇ પર પણ આધાર રાખે છે એટલે કે જે નક્ષત્ર ઉત્તર-દક્ષિણ વધુ ફેલાયેલું હોય, પૂર્વ-પશ્ચિમ ઓછું ફેલાયેલું હોય તેનો ચંદ્ર સાથે ભોગવટાનો કાળ અલ્પ થાય. * આગળ-પાછળના નક્ષત્રોની હદ નજીક હોય તેનું આધિપત્ય ક્ષેત્ર વધુ અલ્પ થાય. ઉદા. રેવતી નક્ષત્ર : 32 તારાનો પરિવાર હોવા છતાં ઉત્તરદક્ષિણ વધુ ફેલાયેલું હોવાથી, પૂર્વ-પશ્ચિમ આધિપત્યનો વિસ્તાર જ અલ્પ છે માટે ચંદ્ર સાથે ભોગવટાનો કાળ 30 મુહુર્ત છે જ્યારે ઉત્તર ભાદ્રપદામાં 2 તારા હોવા છતાં પૂર્વ ભાદ્રપદાથી થોડાંક વધુ અંતરે હોવાથી 45 મુહૂર્તનો ચંદ્ર સાથે યોગ કાળ છે. અથવા તમામ નક્ષત્રો પૂર્વથી-પશ્ચિમ સુધીમાં પરસ્પર ભિન્ન-ભિન્ન અંતર રાખી ગોઠવાયેલા છે અને ઉત્તર-દક્ષિણમાં 510 યો. સુધી | આધિપત્ય ધરાવે છે. માટે ત્યાંથી પસાર થતા ચંદ્ર સાથે તેમનો યોગ થાય છે. | પૂર્વમાં બતાવ્યા મુજબના 3 યોગો હવે સમજાવાય છે.