________________ ટ્રક ગાડીથી નજીકના સ્થાને ભિન્ન ભિન્ન ઊંચાઇએ દેખાય-દક્ષિણા ભિમુખયોગ. આ જ વસ્તુ 1 લા બ્રીજ અને ૩જા બ્રીજની અંદર પણ જાણી લેવી. બસ, આજ દ્રષ્ટાંતને હવે વર્તમાન પ્રસંગમાં ઘટાવીએ. ૧લા બ્રીજ પરની ટ્રક : સમભૂતલાથી 800 યો. ઊંચાઇ પર 183 માંડલામાં 510 યો. વિસ્તારમાં મેરૂપર્વતની આસપાસ વલયાકારે ફરતું સૂર્યનું વિમાન... રજા બ્રીજ પરની ટ્રક 880 મો.ઊંચાઇ પર 15 માંડલામાં 510 યો. વિસ્તારમાં મેરૂપર્વતની આસપાસ વલયાકારે ફરતું ચંદ્રનું વિમાન... ૩જા બ્રીજ પરની ગાડીઓ H 884 યો. ઊંચાઇ પર અલગ-અલગ 8 મંડલમાં 510 યો. વિસ્તારમાં મેરૂપર્વતની આસપાસ વર્તુળાકારે ફરતા 28 નક્ષત્રના વિમાનો ક્રમશઃ ચંદ્ર-સૂર્ય-નક્ષત્રોની વર્તુળાકારે ગતિ વધુ શીધ્ર છે, નક્ષત્રના માંડલા અવસ્થિત હોવાથી વલયાકારે ગતિ સંભવિત નથી. ચંદ્ર 27 દિવસમાં 510 યો. અંદર વલયાકારે 1 round સમાપ્ત કરી દે છે જ્યારે સૂર્ય 366 દિવસમાં 510 લો, અંદર વલયાકારે 1 round સમાપ્ત કરે છે માટે ચંદ્ર વલયાકારમાં વધુ શીધ્ર છે. હવે વર્તુળાકાર તથા વલયાકાર (ઉત્તરાયણ-દક્ષિણાયન) આ ગતિઓની ભિન્નતાને લીધે સૂર્ય તથા નક્ષત્રોના, ચંદ્ર તથા નક્ષત્રોના યોગોની રચના થશે. નક્ષત્રોની ગતિ શીધ્ર હોવાથી ચંદ્ર કે સૂર્ય સાથે કોઇ નિશ્ચિત સમયે જે નક્ષત્ર હશે તે ટુંક સમયમાં ચંદ્ર કે સૂર્યથી આગળ નીકળી જશે અને પાછળનું નક્ષત્ર ચંદ્ર-સૂર્ય સાથે joint થશે. પ્રસ્તુતમાં નક્ષત્રનું વિમાન 1 ગાઉનું હોવા છતાં તેનું આધિપત્ય ક્ષેત્ર તો પૂર્વ-પશ્ચિમ હજારો યોજન પ્રમાણ છે માટે તે ક્ષેત્રની અંદર ચંદ્ર કે સૂર્ય આવે તો તે નક્ષત્ર સાથે તેનો યોગ થયેલો જાણવો. પૂર્વે જોયું તે મુજબ દરેક નક્ષત્રોનું આધિપત્ય ક્ષેત્ર નિશ્ચિત છે. 1 સૂર્ય 1 મુહૂર્તમાં 1830 અંશ ગતિ કરે છે. 1 ચંદ્ર 1 મુહૂર્તમાં 1768 અંશ ગતિ કરે છે. 1 નક્ષત્ર 1 મુહૂર્તમાં 1835 અંશ ગતિ કરે છે.