________________ 6) નક્ષત્રના માંડલા અને ન - તેની વિશેષ માહિતીઓ: જિનમતમાં નક્ષત્રનું એક આગવું મહત્વ છે, સૂર્ય-ચંદ્ર કરતા ઋદ્ધિમાં નબળા હોવા છતાં જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્રોનું આગવું મહત્વ છે. વળી જેમ મોટા શ્રેષ્ઠીઓને પોતાનું મૂળ એક ઘર તો હોય જ, પણ સાથે-સાથે અલગ અલગ ફાર્મહાઉસ જેમ હોય છે તેમ નક્ષત્રોના અધિપતિ દેવોને પોતાના ર-૩૪ યાવત્ સંખ્યાના વિમાનો = તારાઓ (જ્યોતિષ ચક્રના પાંચમાં ભેદ તરીકે વર્ણવાયેલા તારાથી અલગ) હોય છે. પ્રત્યેક નક્ષત્રોની ભિન્ન ભિન્ન સંખ્યાવાળી તારાઓ હોય છે, તેના સમુહથી બનતું તે-તે નક્ષત્ર ચોક્કસ આકારને ધરાવે છે, ભિન્ન-ભિન્ન નક્ષત્રનો સમુહ તે રાશિ કહેવાય છે અને તે પણ વિશિષ્ટ આકારને ધરાવે છે. તે-તે આકારને અનુરુપ તેના નામ પડે છે જે વ્યવહારમાં ખૂબ પ્રચલિત છે, આમ 28 નક્ષત્રો, તેના સમુહથી બનતી 12 રાશિ, અને તેના દ્વારા પ્રત્યેક રાશિના પ્રમાણવાળા આકાશના (સૂર્યચંદ્રાદિના ચાર ક્ષેત્ર-૫૧૦ યો.) 12 ભાગ કલ્પવા માં આવ્યા છે. 1-1 ભાગને સૂર્ય પૂર્ણ કરે અથવા 1-1 રાશિ સાથેનો સૂર્યનો સંયોગ પૂર્ણ થાય ત્યારે 1-1 સૂર્ય મહિનો પૂર્ણ થાય, 6 મહિને 6 રાશિ પૂર્ણ થાય અને સૂર્યનું દક્ષિણાયન પૂર્ણ થાય, પછીના 6 મહિને બાકીની 6 રાશિ પૂર્ણ થાય અને સૂર્યનું ઉત્તરાયણ પૂર્ણ થાય, આમ સૂર્ય સંવત્સર પૂર્ણ થાય છે. વળી નક્ષત્ર અને ચંદ્રનો યોગ પણ સતત થાય છે. અમુક ચોક્કસ નક્ષત્રો સાથેના ચંદ્રના યોગથી કારતક-માગસર આદિ મહિનાના નામો તથા વૃદ્ધિ માસ-ક્ષયમાસની ગોઠવણ પણ થાય છે. આમ નક્ષત્રની જાણકારી વગર જ્યોતિક્ષક્રનું જ્ઞાન અધુરું છે માટે નક્ષત્રોની જાણકારી અતિ જરૂરી છે. (a) નક્ષત્રોનું નામ, સ્થાન, આકાર, ચાર ક્ષેત્ર આદિની માહિતિ. P (b) રાશિઓની રચના.