________________ દક્ષિણ દિશામાં દિવસ હોય છે ત્યારે પૂર્વ-પશ્ચિમ બાજુ રાત્રિ હોય છે આવું, ભગવતીના ૫માં શતકના પ્રથમ ઉદ્દેશામાં કહ્યું છે. दीवसमुद्देसु सया, रविप्पमाणा य वासरा हुति / रयणीउ चंदसंखा, समसेणीए मणुअलोए ||60 / / 60) આ રીતે અઢી દ્વીપ-સમુદ્રવર્તિ સૂર્ય-ચંદ્ર સમશ્રેણીમાં હોવાથી સૂર્યની સંખ્યાની સમાન જગ્યામાં દિવસ અને ચંદ્રની સંખ્યાની સમાન જગ્યામાં રાત્રિ હોય છે. पुव्वविदेहे सेसे, मुहुत्ततिगि वासरे निरिक्खंति / भरहनरा उदयंतं, सूरं कक्कस्स पढमदिणे ||61 / / भरहे वि मुहुत्ततिगे, सेसे पच्छिमविदेहमणुआ वि / एरवए वि अ एवं, तेण दिणं सव्वओ तुल्लं ||62 / / 61-62) કર્કસંક્રાંતિના પ્રથમ દિવસે પૂર્વવિદેહના દિવસના 3 મુ. શેષ (18 મુ.માંથી) રહ્યા હોય ત્યારથી જ ભરતના લોકો સૂર્યને ઉદય પામતો જોઇ શકે છે, તેજ રીતે ભારતમાં દિવસના 3 મુ. શેષ હોય ત્યારથી પશ્ચિમ વિદેહના મનુષ્ય સૂર્યને ઉદય પામતો જોઇ શકે છે, આ જ પ્રમાણે એરવતમાં પણ જાણી લેવું. તેથી બધી જ જગ્યાએ દિવસ તુલ્ય હોય છે. जंबुद्दीवे मयरे, रयणीइ मुहुत्ततिगि अइक्कंते / उदयइ तहेव सूरो, मुत्ततिगसेसि अत्थमए ||63 / / 63) મકરસંક્રાંતિના દિવસે પૂર્વના ક્ષેત્રના રાત્રિના પ્રથમ 3 મુહૂર્ત પસાર થાય ત્યાર પછીના ક્ષેત્રમાં સૂર્યનો ઉદય થાય અને (૧ર મુ. નો દિવસ પૂર્ણ થાય) સૂર્યાસ્ત થાય પછીના 3 મુહૂર્ત પસાર થાય ત્યારે તે ક્ષેત્રમાં રાત્રિ (3 મુ. + ૧૨મુ. + ૩મુ.) પૂર્ણ થાય. ___णरलोगम्मि अ सेसे, एवं दिणरयणिमाणमवि नेअं / नवरं बहिआ बहिआ, ससिसूराणं गई सिग्घा ||64 / / 64) બાકીના મનુષ્યક્ષેત્રમાં પણ આ જ રીતના દિવસ-રાત જાણવા તથા આગળઆગળના (બહાર-બહારના) સૂર્ય-ચંદ્રની ગતિ શીધ્ર હોય છે. पढमपहराइकाला, जंबुद्दीवम्मि दोसु पासेसु / लब्भंति एगसमयं, तहेव सव्वत्थ णरलोए ||65 / / (65) જંબૂઢીપની બન્ને બાજુ પ્રથમ આદિ (આઠેય પ્રહરો) બધાજ પ્રહરો એકજ સમયે સતત મળે છે, તમામ નરક્ષેત્રમાં આ મુજબ જાણવું.