________________ 455 6 લેશ્યા છે. કૃષ્ણ વગેરે દ્રવ્યો તે દ્રવ્યલેશ્યા છે. વેશ્યા છે - (i) કૃષ્ણલેશ્યા 1 (i) નીલલેશ્યા | અશુભલેશ્યા (i) કાપોતલેશ્યા ] (iv) તેજોવેશ્યા 1. (V) પદ્મવેશ્યા | શુભલેશ્યા (vi) શલલેશ્યા | લેશ્વાના સ્વરૂપને સમજવા જાંબુ ખાવા ઇચ્છતા 6 પુરુષોનું દષ્ટાંત એક જંગલમાં 6 ભૂખ્યા મનુષ્યોએ જાંબુનું ઝાડ જોયું. એકે કહ્યું, “આ ઝાડને મૂળમાંથી કાપી નાંખીએ.' બીજાએ કહ્યું, “મોટી ડાળી કાપીએ.' ત્રીજાએ કહ્યું, “નાની ડાળીઓ કાપીએ.” ચોથાએ કહ્યું, જાંબુના ઝુમખા કાપીએ.” પાંચમાએ કહ્યું, “જાંબુ કાપીએ.” છાએ કહ્યું, ‘નીચે પડેલા જાંબુ ખાઈએ.” લેશ્વાના સ્વરૂપને સમજવા ગામનો ઘાત કરનાર 6 પુરુષોનું દૃષ્ટાંત - 6 મનુષ્યોએ કોઈક ગામમાં ધાડ પાડી. એકે કહ્યું, “જે દેખાય તે બધાને મારી નાંખો.' બીજાએ કહ્યું, “મનુષ્યોને જ મારી, જાનવરોને નહીં.' ત્રીજાએ કહ્યું, “પુરુષોને જ મારો, સ્ત્રીઓને નહીં.' ચોથાએ કહ્યું, “શસ્ત્રધારી પુરુષોને જ મારો, બીજાને નહીં.” પાંચમાએ કહ્યું, “જે શસ્ત્રધારી યુદ્ધ કરે તેને જ મારો, બીજાને નહીં. છટ્ટાએ કહ્યું, “કોઈને મારો નહીં, માત્ર ધનને હરો.” બને દષ્ટાંતોનો ઉપનય - પહેલા મનુષ્ય જેવા અત્યંત ક્રૂર પરિણામ તે કૃષ્ણલેશ્યા. બીજા મનુષ્ય જેવા તેનાથી ઓછા કૂર પરિણામ તે નલલેશ્યા. ત્રીજા મનુષ્ય જેવા તેનાથી ઓછા કૂર પરિણામ તે કાપોતલેશ્યા.