________________ 456 5 અસ્તિકાય, 5 વ્રતો, 5 સમિતિ, 5 ગતિ ચોથા મનુષ્ય જેવા કંઈક સારા પરિણામ તે તેજોવેશ્યા. પાંચમા મનુષ્ય જેવા વધુ સારા પરિણામ તે પબલેશ્યા. છઠ્ઠા મનુષ્ય જેવા શ્રેષ્ઠ સારા પરિણામ તે શુફલલેશ્યા. (7) પ અસ્તિકાય - (i) ધર્માસ્તિકાય, (ii) અધર્માસ્તિકાય, (ii) આકાશાસ્તિકાય, (iv) પુદ્ગલાસ્તિકાય, (4) જીવાસ્તિકાય. કાળમાં પ્રદેશોનો સમૂહ ન હોવાથી કાલાસ્તિકાય ન કહેવાય. કાળ વર્તમાન 1 સમયરૂપ છે, ભૂતકાળ નાશ પામ્યો છે અને ભવિષ્યકાળ ઉત્પન્ન થયો નથી. આવલિકા, મુહૂર્ત, દિવસ વગેરેની પ્રરૂપણા વ્યવહારનયથી થાય છે. નિશ્ચયનયથી કાળ 1 સમયરૂપ છે. (8) 5 વ્રતો - વ્રત = શાસ્ત્રમાં કહેલ નિયમ. તે પ છે - (i) પ્રાણિવધવ્રત, (i) મૃષાવાદબ્રત, (ii) અદત્તાદાનવ્રત, (iv) મૈથુનવ્રત, (V) પરિગ્રહવ્રત. 5 વ્રતોનું સ્વરૂપ ૬૬મા દ્વારમાં કહ્યું છે. (9) પ સમિતિ - (i) ઇસમિતિ, (ii) ભાષાસમિતિ, (ii) એષણાસમિતિ, (iv) આદાનનિક્ષેપસમિતિ, (4) પારિષ્ઠાપનિકાસમિતિ. પ સમિતિનું સ્વરૂપ ૬૭મા દ્વારમાં કહ્યું છે. (10) 5 ગતિ - જ્યાં જવાય તે ગતિ, અથવા પોતાના કર્મોરૂપી દોરડા વડે જીવો જ્યાં જાય તે ગતિ. તે 5 છે - (i) નરકગતિ - નારકોની ગતિ. (i) તિર્યંચગતિ - તિર્યંચોની ગતિ. (ii) મનુષ્યગતિ - મનુષ્યોની ગતિ. (v) દેવગતિ - દેવોની ગતિ.