________________ 454 6 જીવો, 6 કાય અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય. (i) બેઇન્દ્રિય - સ્પર્શનેન્દ્રિય-રસનેન્દ્રિયરૂપ 2 ઇન્દ્રિયોવાળા જીવો. દા.ત. શંખ, કૃમિ, પોરા વગેરે. (ii) તે ઇન્દ્રિય - સ્પર્શનેન્દ્રિય-રસનેન્દ્રિય-ધ્રાણેન્દ્રિયરૂપ 3 ઇન્દ્રિયોવાળા જીવો. દા.ત. કીડી, જૂ, માકડ વગેરે. (iv) ચઉરિન્દ્રિય - સ્પર્શનેન્દ્રિય-રસનેન્દ્રિય-ધ્રાણેન્દ્રિય-ચક્ષુરિન્દ્રિયરૂપ ચાર ઇન્દ્રિયોવાળા જીવો. દા.ત. ભમરા, માખી, મચ્છર વગેરે. (5) પંચેન્દ્રિય - સ્પર્શનેન્દ્રિય-રસનેન્દ્રિય-ધ્રાણેન્દ્રિય-ચક્ષુરિન્દ્રિય શ્રોત્રેન્દ્રિય રૂપ પાંચ ઇન્દ્રિયોવાળા જીવો. દા.ત. હાથી, મગર, મનુષ્ય વગેરે. (vi) અનિન્દ્રિય - ઇન્દ્રિયો વિનાના જીવો - સિદ્ધો. (5) 6 કાય - (i) પૃથ્વીકાય - પૃથ્વીરૂપ શરીરવાળા જીવો. (i) અકાય - પાણીરૂપ શરીરવાળા જીવો. (ii) તેઉકાય - અગ્નિરૂપ શરીરવાળા જીવો. (iv) વાયુકાય - પવનરૂપ શરીરવાળા જીવો. (5) વનસ્પતિકાય - વેલડી વગેરે રૂપ શરીરવાળા જીવો. (vi) ત્રસકાય - હલન-ચલન કરવાના સ્વભાવવાળા શરીરધારી જીવો. (6) 6 લેશ્યા - કૃષ્ણ વગેરે દ્રવ્યોના સંયોગથી આત્મામાં ઊભો થતો પરિણામ તે લેશ્યા. તે કૃષ્ણ વગેરે દ્રવ્યોને કેટલાક યોગની અંતર્ગત દ્રવ્યો કહે છે, કેટલાક 8 કર્મોના ઝરણારૂપ કહે છે અને કેટલાક કાર્મણવર્ગણાથી બનેલા અને કાશ્મણશરીરની જેમ 8 કર્મોથી જુદા કહે છે. પરિણામ તે ભાવલેશ્યા