________________ 3 પ્રકારની યોનિ 451 યોનિ સંવૃત જીવો દેવ, નારક, એકેન્દ્રિય વિકસેન્દ્રિય, સંમૂચ્છિમ તિર્યંચ, વિવૃત સંમૂચ્છિમ મનુષ્ય ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય | સંવૃતવિવૃત | મનુષ્યયોનિના 3 પ્રકાર - (i) કર્મોન્સતાયોનિ - કાચબાની પીઠની જેમ જે યોનિ ઊંચી હોય તે. તેમાં તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ ઉત્પન્ન થાય છે. (i) શંખાવર્તાયોનિ - જે યોનિમાં શંખના આવર્તની જેમ આવર્ત હોય તે. તે ચક્રવર્તીના સ્ત્રીરત્નને હોય. તેમાં ઉત્પન્ન થયેલ ગર્ભ તીવ્ર કામાગ્નિના તાપથી નાશ પામે છે. (ii) વંશીપત્રાયોનિ - જે યોનિ વાંસના જોડાયેલા બે પાંદડાના આકારે હોય છે. તેમાં સામાન્ય મનુષ્યો ઉત્પન્ન થાય છે. + પૂનાથી અમદાવાદ જવા માગતો માણસ “અમદાવાદમાં હું ઊતરીશ ક્યાં ?' એ પહેલા નક્કી કરી લેતો હોય છે. આ જીવન સમાપ્ત થયા બાદ પરલોકમાં હું ઊતરીશ ક્યાં ?' એ આપણે અત્યારે વિચારી લીધું છે ખરું ? સંસારની રખડપટ્ટીનો ભય અને પરમપદનું આકર્ષણ આ બન્ને પરિબળો એવા છે જે પુદ્ગલોના સારા-નરસાપણાની નોંધથી મનને કાયમ માટે મુક્ત જ રાખે છે.