________________ 452 દ્વાર ૧પ૨મું - ત્રણ કાળ, છ દ્રવ્ય વગેરે દ્વાર ૧૫રમું - ત્રણ કાળ, છ દ્રવ્ય વગેરે | (1) 3 કાળ - (i) ભૂતકાળ - જે કાળ પસાર થઈ ગયો છે તે. (i) વર્તમાનકાળ - જે કાળ વર્તી રહ્યો છે તે. (ii) ભવિષ્યકાળ - જે કાળ થવાનો છે તે. (2) 6 દ્રવ્યો - (i) ધર્માસ્તિકાય - પોતે જ ગતિક્રિયામાં પરિણત થયેલા જીવો અને પુગલોને ગતિમાં સહાય કરે તે ધર્માસ્તિકાય. અસ્તિ = પ્રદેશો, કાય = સમૂહ, અસ્તિકાય = પ્રદેશોનો સમૂહ. ધર્માસ્તિકાય 14 રાજલોકવ્યાપી, અસંખ્યપ્રદેશવાળુ, અરૂપી દ્રવ્ય છે. (ii) અધર્માસ્તિકાય - સ્થિતિ પરિણામમાં પરિણત થયેલા જીવો અને પુદ્ગલોને સ્થિતિમાં સહાય કરે તે અધર્માસ્તિકાય. તે 14 રાજ લોકવ્યાપી, અસંખ્યપ્રદેશવાળુ અરૂપી દ્રવ્ય છે. (ii) આકાશાસ્તિકાય - જેમાં બધા દ્રવ્યો રહે છે તે આકાશાસ્તિકાય. તે લોક-અલોકવ્યાપી, અનંતપ્રદેશવાળું દ્રવ્ય છે. (iv) કાળ - વસ્તુને ઉત્પન્ન થયાને આટલો સમય થયો છે એમ જેનાથી જણાય તે કાળ. તે સમય, આવલિકા વગેરે રૂપ છે. (5) પુદ્ગલાસ્તિકાય - જેઓ કોઈક દ્રવ્યને પુષ્ટ કરે છે અને કોઈક દ્રવ્યમાંથી છુટા પડે છે તે પુદ્ગલાસ્તિકાય. તે પરમાણુથી અનંત અણુવાળા સ્કંધ સુધીના છે. (vi) જીવાસ્તિકાય - જેઓ જીવ્યા, જીવે છે અને જીવશે તે જીવો. લોકમાં રહેલા બધા જીવોનો સમૂહ તે જીવાસ્તિકાય. જીવો અસંખ્ય પ્રદેશવાળા છે.