________________ 429 3 લિંગ, 10 વિનય (i) કુદર્શનવર્જન - મિથ્યાદષ્ટિ એવા બૌદ્ધો વગેરેનો ત્યાગ કરવો તે. (2) 3 લિંગ - જેનાથી “સમ્યક્ત્વ ઉત્પન્ન થયું છે. એવું નક્કી થાય તે લિંગ. તેના 3 પ્રકાર છે - (1) શુશ્રુષા - સબોધના સફળ કારણરૂપ ધર્મશાસ્ત્રને સાંભળવાની ઇચ્છા તે શુશ્રષા. ચતુરાઈ વગેરે ગુણોવાળા યુવાન પુરુષને કિન્નરનું ગીત સાંભળવાનો જેવો રાગ હોય તેના કરતા પણ સમ્યત્વીને ધર્મશાસ્ત્ર સાંભળવાની ઇચ્છા વધુ હોય. ધર્મરાગ - જંગલ પાર કરીને આવેલા, ગરીબ, ભૂખ્યા બ્રાહ્મણને ઘેબર ખાવાની જેવી અભિલાષા હોય તેના કરતા પણ સમ્યક્ત્વીને ચારિત્રધર્મની તેવા કર્મોદયને લીધે આરાધના ન કરવા છતાં તેની વધુ અભિલાષા હોય છે. (ii) દેવગુરુવૈયાવચ્ચનો નિયમ - ભગવાન અને ગુરુદેવની સેવા, શારીરિક શુક્રૂષા, પૂજા વગેરેને અવશ્ય કરવા રૂપે સ્વીકારવી. (3) 10 વિનય - (i) અરિહંત - તીર્થકર. (ii) સિદ્ધ - જેમના 8 કર્મોનો ક્ષય થઈ ગયો છે તેવા મુક્તાત્માઓ. (ii) ચૈત્ય - જિનપ્રતિમા. (iv) શ્રુત - આચારાંગ વગેરે શાસ્ત્રો. (V) ધર્મ - ક્ષમા વગેરે રૂપ. (vi) સાધુસમુદાય - શ્રમણોનો સમૂહ. (vi) આચાર્ય - 36 ગુણયુક્ત મહાત્મા. (viii) ઉપાધ્યાય - 25 ગુણયુક્ત મહાત્મા. (ix) પ્રવચન - સંઘ (8) દર્શન - સમ્યકત્વ