________________ 430 3 શુદ્ધિ, 5 દોષ આ દસના ભક્તિ, પૂજા, વર્ણોજ્જવલન, અવર્ણવાદત્યાગ અને આશાતનાત્યાગ કરવા તે વિનય. (i) ભક્તિ - સામે લેવા જવું, આસન આપવું, સેવા કરવી, અંજલિ કરવી, મૂકવા જવું વગેરે. (i) પૂજા - ગંધ (વાસક્ષેપ), માળા, વસ્ત્ર, પાત્રા, અન્ન, પાણી વગેરે આપવા. (ii) વર્ણોજ્વલન - જ્ઞાન વગેરે ગુણોની પ્રશંસા કરવી. (iv) અવર્ણવાદત્યાગ - નિંદાનો ત્યાગ કરવો. (5) આશાતનાત્યાગ - મન-વચન-કાયાથી પ્રતિકૂળ વર્તનનો ત્યાગ. (4) 3 શુદ્ધિ - જેનાથી સમ્યક્ત્વની નિર્મળતા થાય તે શુદ્ધિ. તે 3 પ્રકારે (i) જિન - વીતરાગ અરિહંત. (i) જિનમત - તીર્થકરોએ બતાવેલું સ્યાદ્વાદથી યુક્ત એવું જીવ, અજીવ વગેરે તત્ત્વોનું સાચું સ્વરૂપ. (i) જિનમતસ્થિત - જિનશાસનને સ્વીકારેલ સાધુઓ વગેરે. આ ત્રણ સિવાયનું એકાંતના કદાગ્રહવાળું આખું જગત કચરાની જેમ અસાર છે એમ વિચારવું. (5) 5 દોષ - સમ્યકત્વને મલિન કરનારા અતિચારો તે દોષ. તે પ પ્રકારે છે - (i) શંકા - સર્વજ્ઞ ભગવાને કહેલા વચનમાં સંશય કરવો. (i) કાંક્ષા - અન્ય ધર્મોની ઇચ્છા કરવી. (ii) વિચિકિત્સા - સદાચાર, સાધુ વગેરેની નિંદા કરવી. (i) કુલિંગી પ્રશંસા - મિથ્યાષ્ટિઓની પ્રશંસા કરવી.