________________ 4 25 દ્વાર ૧૪૫મું - 4 સંજ્ઞાઓ (iv) સતત પરિગ્રહનો વિચાર કરવાથી. (4) મૈથુનસંજ્ઞા - પુરુષવેદના ઉદયથી મૈથુન માટે સ્ત્રીને જોવાથી મુખ પ્રસન્ન થવું, સાથળ કંપવા વગેરે રૂપ ક્રિયા થવી તે મૈથુનસંજ્ઞા. તે 4 કારણથી થાય છે - (i) લોહી-માંસની પુષ્ટતાથી. (i) વેદમોહનીય કર્મના ઉદયથી. (i) કામક્રીડાની વાતના શ્રવણ વગેરેથી પેદા થયેલી બુદ્ધિથી. (iv) સતત મૈથુનનો વિચાર કરવાથી. બધા જીવોને ચારે સંજ્ઞા હોય છે. | + મોક્ષ એ જો મકાન છે, સદ્ગતિ એ જો મકાનનો દરવાજો છે, સમાધિ એ જો મકાનના દરવાજા પર લાગેલું તાળું છે તો સહનશીલતા એ તાળાને ખોલી નાખવાની ચાવી છે. + પ્રભુ જ ગમે, એ અધ્યાત્મ જગતના પ્રવેશની નિશાની છે, પ્રભુને જે જીવો ગમ્યા એ જીવો પણ ગમે એ અધ્યાત્મ જગતમાં આત્માની થયેલી પધરામણીની નિશાની છે અને પ્રભુએ સાધનાનો જે માર્ગ સ્વીકાર્યો એ માર્ગ ગમી જાય એ અધ્યાત્મ જગતમાં આત્માની થઈ ગયેલી પ્રતિષ્ઠાની નિશાની છે. પ્રચંડ સંકલ્પ, મજબૂત સત્ત્વ અને નિશ્ચિત લક્ષ્ય - આ ત્રણ મૂડી વિના સાધનામાર્ગ પર ટકી શકાય એવી કોઈ જ શક્યતા નથી. + ઘાસનું દૂધમાં રૂપાંતરણ એ ગાયની ઉત્તમતા છે. વૈષનું પ્રેમમાં રૂપાંતરણ એ સંયમીની ઉત્તમતા છે.