________________ 424 દ્વાર ૧૪૫મું - 4 સંજ્ઞાઓ દ્વાર ૧૪પમું - 4 સંજ્ઞાઓ (1) આહાર સંજ્ઞા - સુધાવેદનીય કર્મના ઉદયથી કવલાહાર વગેરે માટે તેવા પ્રકારના પુદ્ગલોને ગ્રહણ કરવાની ક્રિયા કરવી તે આહાર સંજ્ઞા. તે 4 કારણથી થાય છે - (i) પેટ ખાલી હોવાથી. (i) સુધાવેદનીય કર્મના ઉદયથી. (i) આહારકથાના શ્રવણ વગેરેથી થયેલી બુદ્ધિથી. (iv) સતત આહારનો વિચાર કરવાથી. (2) ભયસંજ્ઞા - ભયમોહનીય કર્મના ઉદયથી ડરેલા જીવની આંખ-મુખ વિકૃત થવા, રોમાંચ ઊભા થવા વગેરે ક્રિયા તે ભયસંજ્ઞા. તે 4 કારણથી થાય છે - (i) સત્ત્વ ન હોવાથી. (i) ભયમોહનીય કર્મના ઉદયથી. (i) ભયની વાતના શ્રવણ, ભયંકર દશ્યના દર્શન વગેરેથી ઉત્પન્ન થયેલી બુદ્ધિથી. (iv) સતત 7 પ્રકારના ભયનો વિચાર કરવાથી. (3) પરિગ્રહસંજ્ઞા - લોભના ઉદયથી રાગપૂર્વકની સચિત્ત-અચિત્ત દ્રવ્યોને ભેગા કરવાની ક્રિયા તે પરિગ્રહસંજ્ઞા. તે 4 કારણથી થાય (1) પરિગ્રહ હોવાથી. (i) લોભમોહનીય કર્મના ઉદયથી. (i) સચિત્ત-અચિત્ત વગેરે પરિગ્રહના દર્શન વગેરેથી થયેલી બુદ્ધિથી.